<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ :રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ઉત્તરાખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહીના પગલે દેશભરના અનેક રાજ્યોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે.  ઉત્તરાખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

   આજે ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે. નદીઓ ગાંડીતૂર બનતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મુખ્ય રસ્તાઓ, બજારો, ઘરો, દુકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.  બીજી તરફ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.  

(8:22 PM IST)