<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પશ્ચિમ બંગાળમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે મતદારો

વિરોધ પક્ષના નેતા સુવેન્‍દુ અધિકારીનો ચોંકાવનારો દાવો

 

મેદિનીપુર તા.૨૮: પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા સુવેન્‍દુ અધિકારીએ ગઈ કાલે પૂર્બા મેદિનીપુર જિલ્‍લાના તમલુકમાં એક કાર્યક્રમને સંબોધતાં દાવો કર્યો હતો કે ‘પヘમિ બંગાળની મતદારયાદીમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સ છે અને તે બધાને યાદીના સ્‍પેશ્‍યલ ઇન્‍ટેન્‍ટિવ રિવિઝન (એએસઆઇઆર) પછી પાછા મોકલવામાં આવશે. જો બિહારમાં લગભગ ૫૦ લાખ નામો બાકાત રાખવામાં આવે તો બંગાળમાં આવાં ૧.૨૫ કરોડ નામો હોઈ શકે છે.  પヘમિ બંગાળમાં બધા બંગલાદેશીઓ અને રોહિગ્‍યાઓને એએસઆઇઆર પછી પાછા ધકેલી દેવામાં આવશે. બંગલાદેશમાં ધાર્મિક અત્‍યાચારને કારણે સ્‍થળાંતર કરીને ભારત આવેલા હિન્‍દુઓએ આ કવાયત વિશે ચિતા કરવાની જરૂર નથી. આ વખતે મુખ્‍ય પ્રધાનને કોઈ બચાવી શકશે નહીં. બધી લૂંટફાટ અને ભ્રષ્ટાચારનો અંત આવશે. ખોટા મતદાનના કિસ્‍સાઓ ઘટશે. જે લોકો ખોટા મતદાન કરતા હતા તેમને બહાર કાઢવામાં આવશે.'(૩૮.૧૧)

(9:45 AM IST)