<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

બિહારમાં પત્‍નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્‍યું

પત્‍નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્‍યા કરી હોય તેવા બનાવો ભારતમાં વધી રહ્યાં છે, જે ચિતાનો વિષય છે

 

સમસ્‍તીપુર તા.૨૮:  બિહારઃ ભારતમાં પત્‍નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્‍યા કરી હોવાની અનેક ઘટનાઓ બની છે. ફરી એકવાર બિહારમાં આવી જ એક ઘટના બની છે.

પત્‍નીના ગેરસંબંધોને કારણે પતિની હત્‍યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્‍યું છે. આ ઘટના સમસ્‍તીપુર જિલ્‍લાના મુફસ્‍સિલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના લગુનિયાન રઘુકાંત ગામની છે. જેમાં પત્‍નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્‍યા કરી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઓટો ડ્રાઈવર સોનુ કુમારનો મૃતદેહ તેના જ ઘરેથી મળી આવતા પોલીસે શંકાના આધારે સોનુ કુમારની પત્‍ની સ્‍મિતાની અટકાયત કરી લીધી છે.

ખરેખર, સોનુના પિતાએ તેની પત્‍ની પર હત્‍યાનો આરોપ લગાવ્‍યો હતો. છ વર્ષ પહેલા સોનુ અને સ્‍મિતાના લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પણ બન્ને વચ્‍ચે અનેક વખત ઝઘડાઓ થતાં હતાં. સોનુ અને સ્‍મિતાને બે બાળકો હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

સોનુએ પોતાના બાળકોના અભ્‍યાસ માટે હરિઓમ કુમાર નામના વ્‍યક્‍તિને ટ્‍યુશન માટે રાખ્‍યો હતો. એક દિવસ સોનુએ તેની પત્‍ની સ્‍મિતા અને ટ્‍યુશન શિક્ષકને વાંધાજનક સ્‍થિતિમાં એકસાથે જોઈ લીધા હતાં.

ત્‍યારબાદ બંને વચ્‍ચે ઝઘડો શરૂ થયો હતો. એક દિવસ સોનુ રાત્રે લગભગ ૧૨ વાગ્‍યે ઓટો ચલાવીને ઘરે પાછો ફર્યો. જોકે, તે સમયે સોનુના પિતા સૂઈ રહ્યા હતા. પરંતુ, સવારે તેણે તેના પુત્રનો મૃતદેહ જોયો હતો. આ દરમિયાન સોનુ પત્‍ની પણ તે રૂમમાં જ હતી. જેથી સોનુની હત્‍યા તેની પત્‍નીએ જ કરી હોવાનો મૃતકના પિતાએ આરોપ લગાવ્‍યો છે.

આ ઘટનામાં એવું પણ જાણવા મળ્‍યું છે કે, સ્‍મિતાએ બે થી ત્રણ લોકો સાથે મળીને સોનુની હત્‍યા કરી હતી. પોલીસે સ્‍મિતાને કસ્‍ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ સતત ચાલી રહી છે. દરમિયાન, ઘટનાની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, સંપૂર્ણ તપાસ બાદ આ મામલે સાચી હકીકત સામે આવી શકે છે. પત્‍નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્‍યા કરી હોય તેવા બનાવો ભારતમાં વધી રહ્યાં છે, જેથી ચિતાનો વિષય છે.(૩૮.૪)

(9:48 AM IST)