<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

યુરોપિયન યુનિયન પર પણ ૧૫% ટેરિફઃ કરાર પર હસ્‍તાક્ષર

ડીલમાં અમેરિકન શસ્ત્રો ખરીદવાનો નિર્ણય : અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્‍ચે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્‍તાક્ષર થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેને અત્‍યાર સુધીનો સૌથી મોટો વેપાર સોદો ગણાવ્‍યો છેઃ જેનાથી બંને પક્ષોને મોટા પાયે આર્થિક લાભ થવાની અપેક્ષા છે

 

વોશીંગ્‍ટન,તા.૨૮: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્‍ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્‍પે આ કરારને 'અત્‍યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્‍યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.

ટ્રમ્‍પે આ પ્રસંગે કહ્યું કે આ કરાર હેઠળ, બધા દેશોના બજારો ખુલ્‍લા રહેશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં ૧૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, ઈયુ અમેરિકા પાસેથી લશ્‍કરી સાધનોની ખરીદી પણ વધારશે. ઊર્જા ક્ષેત્રમાં પણ, યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી લગભગ ઼૧૫૦ બિલિયન ડોલરની ઊર્જા ખરીદશે, જે બંને પક્ષો વચ્‍ચે આર્થિક સહયોગને મજબૂત બનાવશે.

આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અમેરિકામાં ઼૬૦૦ બિલિયનનું રોકાણ કરશે, જેનાથી અમેરિકન અર્થતંત્ર પણ મજબૂત થશે. આ સોદા હેઠળ, સ્‍ટીલ અને એલ્‍યુમિનિયમ પર પહેલાથી જ અમલમાં રહેલી હાલની ડ્‍યુટી સિસ્‍ટમ્‍સ ચાલુ રહેશે. આગામી બે અઠવાડિયામાં ચિપ્‍સ અથવા સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર અંગે કલમ ૨૩૨ હેઠળ નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે.

યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ કરારને સ્‍થિરતા લાવનાર કરાર ગણાવ્‍યો અને કહ્યું કે તે બંને પક્ષો વચ્‍ચે વધુ સારા વેપાર સંબંધો સ્‍થાપિત કરશે. ઉપરાંત, અલેઉથનિકે કહ્યું કે ચિપ્‍સ ક્ષેત્રને લગતી નવી નીતિઓ ટૂંક સમયમાં બહાર આવશે.(૪૦.૧૦)

(10:04 AM IST)