હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ ૮૭
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપક ર્ઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૮૭:‘‘હું છું આ મારું છે. આ આ છે. હે પ્રિયે, એવા ભાવમાં પણ અસીમત :ઉતરો''
આ સુત્ર કહે છે : ‘‘હું છું''
એ ભાવમાં ગહેરા ઉતરો. બસ બેસીને એ ભાવમાં ગહેરા ઉતરો કે હું હાજર છું, એને અનુભવ કરો. એના ઉપર વિચાર ના કરો. તમે તમારા મનમાં કહી શકો છો કે હું છું પરંતુ કહેતા જ તે નકામું થઇ ગયું. તમારું માથું બધો ગરબડ-ગોટાળો કરી નાખે છે. માથામાં ના બેવડાવો કે હું જીવતો છું. હું છું કહેવું વ્યર્થ છે, કહેવું બે કોડીનું છે, તમે વાત જ ચુકી ગયા એને પોતાના પ્રાણોમાં અનુભવ કરો અને પોતાના આખા શરીરમાં અનુભવ કરો, ફકત મસ્તકમાં નહી. એને સમગ્ર એકાઇની જેમ અનુભવ કરો, બસ અનુભવ કરો, ‘‘ હું છું '' હું છું આ શબ્દોનો ઉપયોગ મત કરો. આ વાત સતત યાદ રાખવાની છે કે એને વિચાર બનાવવાનો નથી. એને અનુભવ કરો, マદયથી અનુભવ કરો કે આ મારૂં છે. આ અસ્ત્વિ મારું છે. અને ત્યારે તમે કૃતજ્ઞતા અનુભવશો, ત્યારે તમે અહોભાવથી ભરાઇ જશો.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
