<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

વૃદ્ધાશ્રમમાં મળ્‍યાં, અફેર થયું અને ૭૧ વર્ષના પુરુષે ૬૫ વર્ષની મહિલા સાથે ધૂમધામથી લગ્ન કરી લીધાં

 

ગુવાહાટી, તા.૨૮: આસામના ગુવાહાટીના એક વળદ્ધાશ્રમમાં ૨૪ જાન્‍યુઆરીએ એક એવાં લગ્ન થયાં છે જ્‍યાં વરરાજા ૭૧ વર્ષના પદ્મેશ્વર ગોવાલા અને કન્‍યા ૬૫ વર્ષનાં જયપ્રભા બોરા હતાં. તેમની મુલાકાત વળદ્ધાશ્રમમાં જ થઈ હતી અને એક વર્ષના અફેર બાદ તેમણે લગ્ન કરી લીધાં છે. તમામ પ્રકારના વિધિવિધાન જેવાં કે હલ્‍દી, મેંદી, સંગીત અને સાત ફેરા સાથે આ લગ્ન થયાં હતાં અને ક્રાઉડફન્‍ડિંગથી એનો ખર્ચ ઉઠાવવામાં આવ્‍યો હતો જેમાં ૪૦૦૦ મહેમાન હાજર રહ્યા હતા. પદ્મેશ્વર એક છોકરીને પ્રેમ કરતા હતા પણ એ છોકરી તેમના જીવનમાંથી જતી રહી પછી પાંચ દશક તેમણે સિંગલ રહીને વિતાવ્‍યા હતા. જયપ્રભા પર આખા પરિવારની જવાબદારી હોવાથી તેમણે લગ્ન કર્યાં નહોતાં. પ્રમોદ તાલુકદાર સ્‍મારક વળદ્ધાશ્રમમાં તેઓ એક વર્ષ પહેલાં મળ્‍યાં હતાં. આસામના બોકાખાટના પદ્મેશ્વરને વળદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્‍યા હતા. અપરિણીત પદ્મેશ્વર જે ઘરમાં સહાયક તરીકે કામ કરતા હતા એ ઘરના માલિકના મળત્‍યુ બાદ ઘરની વહુએ તેમને કાઢી મૂકયા હતા અને તેઓ વળદ્ધાશ્રમ પહોંચ્‍યા હતા. બીજી તરફ તેજપુરમાં રહેતાં અપરિણીત જયપ્રભાનો એક ભાઈ માર્ચ મહિનામાં મળત્‍યુ પામ્‍યો પછી ભત્રીજાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂકયાં હતાં. આમ બેઉને ઘરેથી કાઢી મૂકવામાં આવ્‍યાં હતાં અને અહીં મળ્‍યા બાદ સુખ-દુઃખની વાતચીત કરતાં તેમની વચ્‍ચે અટૅચમેન્‍ટ થયું. તેમની વચ્‍ચે પ્રેમ જોઈને વળદ્ધાશ્રમે તેમને પરણી જવા કહ્યું અને ઘરવાળાઓની મંજૂરી લઈને આ વિધિ પાર પાડવામાં આવી હતી. લગ્ન બાદ જયપ્રભાએ પદ્મેશ્વરને આઇ લવ યુ પણ કહ્યું હતું. જયપ્રભા પતિને બાબુ કહે છે અને પદ્મેશ્વર પત્‍નીને જાન કહીને બોલાવે છે. વળદ્ધાશ્રમમાં હવે તેમને એક રૂમ આપવામાં આવ્‍યો છે, જેથી સાથે રહી શકે

(11:41 AM IST)