<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

હૈદ્રાબાદમાં ગેરકાનુની સરોગસી કૌભાંડ ઝડપાયું

જૈવિક માતાપિતાને ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ ચૂકવતાઃ દંપતિ પાસેથી IVF બેબીના ૩૦-૩૫ લાખ વસુલતા કુલ ૮ થી ૧૦ લોકોની ધરપકડઃ નવતર કૌભાંડ

હૈદરાબાદ, તા.૨૮: હૈદરાબાદમાં પોલીસે એક અત્‍યંત સંગઠિત, ખતરનાક અને ગેરકાયદેસર સરોગસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના ધાડ તેલંગાણાથી આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ ગેંગના સભ્‍યો નવજાત બાળકોની ખરીદી અને વેચાણમાં સામેલ હતા. તેનું નેતળત્‍વ ૬૪ વર્ષીય પ્રખ્‍યાત પ્રજનન ડૉક્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. પોલીસે ફર્ટિલિટી સેન્‍ટરના ડિરેક્‍ટર, IVF સ્‍પેશિયાલિસ્‍ટ, ટેકનિશિયન અને વકીલ સહિત કુલ ૧૦ લોકોની ધરપકડ કરી છે.

આ સમગ્ર રેકેટ ત્‍યારે પ્રકાશમાં આવ્‍યું જ્‍યારે એક દંપતીએ હૈદરાબાદના ગોપાલપુરમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમણે આરોપ લગાવ્‍યો કે તેઓ કોઈના માધ્‍યમથી પ્રજનન કેન્‍દ્ર પહોંચ્‍યા, જ્‍યાં તેમને કહેવામાં આવ્‍યું કે તેઓ પોતાના શુક્રાણુ અને ઇંડાનો ઉપયોગ કરીને સરોગસી દ્વારા પોતાનું બાળક પેદા કરી શકે છે. તેમને વિશ્વાસમાં લીધા પછી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. બાળકના જન્‍મ પછી, દંપતીને શંકા ગઈ અને ડીએનએ ટેસ્‍ટ કરાવવામાં આવ્‍યો.

આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દંપતીને તે બાળક સાથે કોઈ જૈવિક સંબંધ નહોતો. આ મામલે ફરિયાદ મળ્‍યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સમય દરમિયાન ખબર પડી કે આ બધું આયોજનબદ્ધ હતું. આરોપી ડૉ. અથલુરી નમ્રતા ઉર્ફે પચીપાલા નમ્રતા, જે યુનિવર્સલ સળષ્ટિ ફર્ટિલિટી સેન્‍ટર્સના માલિક છે, છેલ્લા ઘણા વર્ષોથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા. તે દરેક દંપતી પાસેથી ૨૦ થી ૩૦ લાખ રૂપિયા લેતી હતી.

હૈદરાબાદમાં પોલીસે ગેરકાયદેસર સરોગસી અને બાળકોના વેચાણમાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. એક ડૉક્‍ટર અને ફર્ટિલિટી ક્‍લિનિકના માલિક સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોપાલપુરમ સ્‍થિત ક્‍લિનિકને સીલ કરી દેવામાં આવ્‍યું હતું. પીડિત દંપતીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્‍યું હતું કે મહિલા ડોક્‍ટરે કથિત રીતે સરોગસી પ્રક્રિયા માટે દંપતી પાસેથી ૩૦ થી ૩૫ લાખ રૂપિયા લીધા હતા અને બાળકના જૈવિક માતાપિતાને લગભગ ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ રૂપિયા ચૂકવ્‍યા હતા.

બાળક સરોગેટ માતાથી જન્‍મેલું હોવાનું દર્શાવવામાં આવ્‍યું ન હતું, જેના કારણે તેમને શંકા જાગી, ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર ઝોન - હૈદરાબાદ) એસ રશ્‍મિ પેરુમલે જણાવ્‍યું. બાદમાં, દંપતીનો ડીએનએ ટેસ્‍ટ થયો અને જાણવા મળ્‍યું કે બાળકનો ડીએનએ તેમના ડીએનએ સાથે મેળ ખાતો નથી. જ્‍યારે દંપતીએ ક્‍લિનિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્‍યારે તેમને કોઈ દસ્‍તાવેજો આપવામાં આવ્‍યા ન હતા અને ધમકી આપવામાં આવી હતી. આ પછી તેણે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. તેમણે પોલીસને જણાવ્‍યું કે ૬૪ વર્ષીય ડૉ.એ. નમ્રતા, તેના સહયોગીઓ અને એજન્‍ટો સાથે મળીને શારીરિક રીતે નબળી મહિલાઓનું, ખાસ કરીને ગર્ભપાત કરાવતી મહિલાઓનું શોષણ કરતી હતી. પૈસા અને અન્‍ય લાલચ આપીને, તેમને ગર્ભાવસ્‍થા ચાલુ રાખવા માટે કહેવામાં આવ્‍યું.

વરિષ્ઠ પોલીસ અધિકારી રશ્‍મિએ જણાવ્‍યું હતું કે આ નવજાત શિશુઓને પછી સરોગસી દ્વારા ગર્ભધારણ કરાયેલા બાળકો તરીકે રજૂ કરવામાં આવ્‍યા હતા. આનાથી ગ્રાહકો એવું માનવા લાગ્‍યા કે બાળકો જૈવિક રીતે તેમના છે. ડેપ્‍યુટી કમિશનરે જણાવ્‍યું હતું કે એક પીડિત દંપતી તરફથી ફરિયાદ મળી હતી કે તેમણે ઓગસ્‍ટ ૨૦૨૪ માં પ્રજનન અને ત્‍સ્‍જ્‍ કાઉન્‍સેલિંગ માટે ફર્ટિલિટી ક્‍લિનિકનો સંપર્ક કર્યો હતો. તે ડૉ.નમ્રતાને મળ્‍યો. તેમણે તેમને સરોગસી પસંદ કરવાની સલાહ આપી.

ડીસીપીએ જણાવ્‍યું હતું કે દંપતીને નમૂના લેવા માટે વિશાખાપટ્ટનમ સ્‍થિત ક્‍લિનિકની બીજી શાખામાં મોકલવામાં આવ્‍યા હતા. તેમને કહેવામાં આવ્‍યું હતું કે સરોગેટ માતાની વ્‍યવસ્‍થા ક્‍લિનિક દ્વારા કરવામાં આવશે અને ગર્ભ સરોગેટ માતામાં રોપવામાં આવશે. નવ મહિનામાં દંપતી પાસેથી ૩૫ લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલ કરવામાં આવી હતી. બાળક વેચવાના આરોપસર મૂળ માતા-પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાળકને જન્‍મ આપવા બદલ તેમને થોડી રકમ આપવામાં આવતી હતી. બાળકને શિશુ વિહાર સોંપવામાં આવ્‍યું છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ દરેક દંપતી પાસેથી ૨૦-૨૫ લાખ રૂપિયા લેતા હતા.

(11:58 AM IST)