હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th July 2025
કરિશ્મા કપૂરે દિવંગત ભૂતપૂર્વ પતિની મિલકતમાં હિસ્સો માગ્યો હોવાની ચર્ચા
સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ વધી રહ્યો છે

મુંબઈ, તા.૨૮: કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અવસાનને લગભગ દોઢ મહિના જેટલો સમય થયો છે ત્યારે તેની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના વારસાનો વિવાદ થઈ ગયો છે એવી ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે સંજય કપૂરના આ વારસામાં ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરે પણ હિસ્સો માગ્યો છે. કરિશ્મા અને સંજયને બે બાળકો પણ છે. જોકે આ મામલે કરિશ્માએ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરી. સંજયની કુલ મિલકત ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છે. સંજય કપૂરનાં માતા ખૂબ વળદ્ધ છે. તેઓ કંઈ લખી શકવાની સ્થિતિમાં નથી. હાલમાં સંજય કપૂરની માતા રાની કપૂરે આરોપ મૂકયો છે કે પુત્રના મળત્યુ પછી તેમની ભાવનાત્મક સ્થિતિનો લાભ લઈને તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. ઉપરાંત ઘણા કાગળો પર સહી કરાવી લેવામાં આવી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
