<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

બેંગ્‍કોકમાં લોહી રેડાયું: વૃધ્‍ધ દ્વારા અંધાધુધ ગોળીબારઃ ૬ના મોતઃ ખુદને પણ ગોળી મારી

ભીડવાળી માર્કેટની ઘટનાથી ખળભળાટઃ ત્રણને ઈજા

બેંગ્‍કોક, તા.૨૮: થાઇલેન્‍ડની રાજધાની બેંગકોકમાં એક ખાદ્ય બજારમાં ૬૧ વર્ષીય વ્‍યક્‍તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા. આ પછી હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી. ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.

થાઈલેન્‍ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્‍યું છે, જેમાં ચાર બજારના સુરક્ષાકર્મીઓ, એક મહિલા અને એક હુમલાખોર પોતે સામેલ છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, હુમલાખોરે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારીને આત્‍મહત્‍યા કરી લીધી.

આજે બેંગકોકના ઓર ટો કોર માર્કેટમાં આ હુમલો થયો હતો. સામાન્‍ય રીતે આ માર્કેટમાં પ્રવાસીઓ અને સ્‍થાનિક લોકો ઘણી લોકપ્રિય હોવાથી ત્‍યાં ઘણી ભીડ રહે છે. બેંગકોકની હોસ્‍પિટલોનું નિરીક્ષણ કરતા ઇરાવાન ઇમરજન્‍સી મેડિકલ સેન્‍ટર તરફથી મળતી માહિતી અનુસાર મળતકોમાં ચાર સુરક્ષા ગાર્ડ, એક મહિલા અને હુમલાખોરનો સમાવેશ થાય છે, જેણે ગોળીબાર કર્યા પછી પોતાને ગોળી મારીને આત્‍મહત્‍યા કરી લીધી હતી.

પોલીસ આ ઘટનાને માસ શૂટિંગ કહી રહી છે. તેમજ પોલીસ તપાસમાં હુમલાખોરની ઓળખ મિસ્‍ટર નોઈ તરીકે થઈ છે. જે ઘટનાસ્‍થળે જ મળત હાલતમાં મળી આવ્‍યો છે. હાલ પોલીસે હુમલા પાછળના કારણો જાણવા અંગે તપાસ શરુ કરી દીધી છે. આ ઉપરાંત અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે આ ગોળીબારનો થાઈલેન્‍ડ અને કંબોડિયા વચ્‍ચે ચાલી રહેલા સીમા વિવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ. પોલીસના જણાવ્‍યા અનુસાર, હુમલાખોરની ઓળખ શ્રી નોઈ તરીકે થઈ છે. તે સ્‍થળ પર જ મળત હાલતમાં મળી આવ્‍યો હતો. બેંગકોકના બાંગ સુ જિલ્લાના નાયબ પોલીસ વડા વોરાપત સુખથાઈએ જણાવ્‍યું હતું કે હાલમાં તેને સામૂહિક ગોળીબાર તરીકે ગણવામાં આવી રહ્યું છે. હુમલાખોરના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ગોળીબારનો થાઈલેન્‍ડ-કંબોડિયા સરહદ પર ચાલી રહેલી અથડામણો સાથે કોઈ સંબંધ છે.

(3:08 PM IST)