<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

www.mdac.in વેબસાઇટનું નવું ‘સ્‍માર્ટ વ્‍યૂ' લોન્‍ચ

આ વેબસાઇટ, જે મ્‍યુઝિક, ડાન્‍સ, આર્ટ અને કલ્‍ચર પર આધારિત છે, તેમાં ૧૩ વિભાગોમાં લગભગ ૭૦૦ કેટેગરીમાં ૮૦ હજારથી વધુ કી-વર્ડ્‍સ જનરેટ થાય છે : આ કી-વર્ડ્‍સ યુટયુબ અને વિકિપીડિયા પરથી માહિતી શોધવામાં અત્‍યંત મદદરૂપ થશે : વેબસાઇટની માહિતી માટે યુટયુબ, વિકિપીડિયા, વિકિડેટા, ગુગલ સર્ચ અને વિવિધ એજ્‍યુકેશનલ વેબસાઇટ્‍સનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે માહિતી અને મનોરંજનનો અનોખો સંગમ : આ વેબસાઈટ દ્વારા યુટયુબના લગભગ ૫ લાખથી વધુ વીડિયો અને વિકિપીડિયાના ૫૦ હજારથી વધુ ડોકયુમેન્‍ટ્‍સ પરથી માહિતી મેળવી શકાશે

રાજકોટ : કોરોનાકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલી ખૂબ જ પ્રસિદ્ધ બનેલી વેબસાઇટ www.mdac.in નું નવું અને અત્‍યાધુનિક ‘સ્‍માર્ટ વ્‍યૂ' વર્ઝન લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. આ નવું વર્ઝન યુઝર્સને માહિતી અને મનોરંજનનો અનોખો અનુભવ પૂરો પાડશે. આ વેબસાઈટ દ્વારા યુટયુબના લગભગ ૫ લાખથી વધુ વીડિયો અને વિકિપીડિયાના ૫૦ હજારથી વધુ ડોકયુમેન્‍ટ્‍સ પરથી માહિતી મેળવી શકાશે.

www.mdac.in વેબસાઇટ, જે મ્‍યુઝિક, ડાન્‍સ, આર્ટ અને કલ્‍ચર પર આધારિત છે, તેમાં ૧૩ વિભાગોમાં લગભગ ૭૦૦ કેટેગરીમાં ૮૦ હજારથી વધુ કી-વર્ડ્‍સ જનરેટ થાય છે. આ કી-વર્ડ્‍સ યુટયુબ અને વિકિપીડિયા પરથી માહિતી શોધવામાં અત્‍યંત મદદરૂપ થશે. વેબસાઇટની માહિતી માટે યુટયુબ, વિકિપીડિયા, વિકિડેટા, ગુગલ સર્ચ અને વિવિધ એજ્‍યુકેશનલ વેબસાઇટ્‍સનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે.

આ વેબસાઇટ માત્ર મ્‍યુઝિક, ડાન્‍સ, આર્ટ અને કલ્‍ચર પર સંશોધન કરતા લોકો માટે જ નહીં, પરંતુ તમામ ક્ષેત્રના લોકો માટે ઉપયોગી થશે, કારણ કે તે ઈન્‍ફોટેનમેન્‍ટ - એટલે કે માહિતી અને મનોરંજનને જોડતી કડી છે. આ વેબસાઈટ દ્વારા વિવિધ વિષયોને લગતી ડોકયુમેન્‍ટરીની માહિતી, વિશ્વના વૈજ્ઞાનિકો અને વિવિધ ભાષાના લેખકો અને કવિઓની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. પી.એચ.ડી. માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો માટે આ માહિતી ઘણી મદદરૂપ થશે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના ટ્રાવેલ વિશેની માહિતી પણ આ વેબસાઇટ દ્વારા મળશે.

વેબસાઇટના મુખ્‍ય વિભાગો

૧. Music: ભારતીય અને કર્નાટિક ક્‍લાસિકલ સિંગર્સ, પ્‍લેબેક સિંગર્સ, ગઝલ સિંગર્સ, મ્‍યુઝિક ડાયરેક્‍ટર્સ, રવિન્‍દ્ર સંગીતના ગાયકો, તબલા, વીણા, સિતાર, સંતૂર, હાર્મોનિયમ, પખાવજ અને વાંસળીના આર્ટિસ્‍ટ્‍સ, તેમજ સંગીતના ઘરાના અને રાગ આધારિત ફિલ્‍મી ગીતોની માહિતી અહીં ઉપલબ્‍ધ છે.

૨. Music For Relaxation: વિવિધ પ્રકારના રિલેક્‍સેશન મ્‍યુઝિક માટેના કી-વર્ડ્‍સ અહીં આપેલા છે, જેનું સંગીત યુટયુબ પર માણી શકાશે.

૩. Journey Of Indian Film Music: ભારતીય ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના ફિલ્‍મ ડાયરેક્‍ટર્સ, મ્‍યુઝિક ડાયરેક્‍ટર્સ, ફિલ્‍મ સ્‍ટુડિયો, અને ૧૯૧૨ થી ૨૦૧૨ સુધીની લગભગ ૧૬ હજારથી વધુ ફિલ્‍મોના નામની યાદી અહીં છે. પ્‍લેબેક સિંગર્સ અને ગીતકારોના નામ પણ ઉપલબ્‍ધ છે.

૪. Dance: ભરતનાટયમ, કથ્‍થક, કથકલી, કુચીપુડી, ઓડીસી, શાષાીય, મણિપુરી, મોહિનીઅક્રમ જેવા ડાન્‍સફોર્મના કલાકારોના નામની યાદી અહીં મળશે.

૫. Art & Culture: ભારતના વિવિધ ભાગોના આર્ટ અને કલ્‍ચરને લગતા લગભગ ૮૦૦ કી-વર્ડ્‍સ અહીં ઉપલબ્‍ધ છે.

૬. Darshan, Katha & Satsang: ભારતના પ્રખ્‍યાત મંદિરોના નામ (જ્‍યાં લાઈવ દર્શનની વ્‍યવસ્‍થા છે), પ્રખ્‍યાત કથાકારોના નામ અને સત્‍સંગ કેટેગરીમાં તત્‍વ મિમાંસકો અને અધ્‍યાત્‍મનું ગહન અધ્‍યયન કરેલ વ્‍યક્‍તિઓના નામની યાદી મળશે.

૭. Indian Food Recipe: ભારતના વિવિધ ભાગોની લગભગ ૫૦૦ ભારતીય વેજ. વાનગીઓના નામની યાદી પ્રદેશો પ્રમાણે મળશે.

૮. Old DD: દૂરદર્શનના ૧૯૯૦-૨૦૦૦ દાયકાના લોકપ્રિય કાર્યક્રમોની યાદી અહીં ઉપલબ્‍ધ છે.

૯. Live Nature & Travel: ભારતના અને વિશ્વના પર્યટન સ્‍થળો, તેમજ પર્યાવરણમાં ગોઠવેલા લાઈવ કેમેરા (જેમ કે ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન, પર્વતો, જંગલો, પંખીઓના માળા, ટ્રેન) ને લગતા કી-વર્ડ્‍સની યાદી અહીં મળશે.

૧૦. Eastern & Western Arts: વિશ્વના વિવિધ દેશોની કલાને લગતા શબ્‍દો જેમ કે વેસ્‍ટર્ન ક્‍લાસિકલ ડાન્‍સ, સંગીત, ઓલિમ્‍પિક, સર્કસને લગતા કી-વર્ડ્‍સ આપેલા છે.

૧૧. Documentary World: ડોકયુમેન્‍ટરીના લગભગ ૫૦૦ સબ્‍જેક્‍ટની યાદી આપેલી છે, જેના પરથી ૫ હજારથી વધુ ડોકયુમેન્‍ટરીઝ જોઈ શકાશે.

૧૨. Science World: વિશ્વના લગભગ ૪૧ હજારથી વધુ વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો અને રિસર્ચર્સના નામની યાદી મળશે, જે વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે સંકળાયેલા છે.

૧૩. World Literature: વિશ્વની ૪૯ ભાષાઓના લગભગ ૧૫ હજારથી વધુ લેખકો-કવિઓના નામની યાદી ભાષા પ્રમાણે મળશે.

ટૂંક સમયમાં બે નવા વિભાગો

પણ સામેલ કરાશે

૧૪. Music World: જેમાં વિશ્વના સંગીત ક્ષેત્રના લગભગ ૧૫ હજાર મ્‍યુઝિક કંપોઝર્સ, મ્‍યુઝિક ડાયરેક્‍ટર્સ, મ્‍યુઝિક સિમ્‍ફની ક્રિએટર્સ, પોપ અને રોક સિંગર્સની માહિતી મળશે.

૧૫. World Of Philosophy: જેમાં વિશ્વના ૧૧ હજારથી વધુ ફિલોસોફર્સની માહિતી ઉપલબ્‍ધ થશે.

 

 

વેબસાઇટ નિર્માણમાં સહયોગ

આ વેબસાઇટ www.mdac.in ના નિર્માણમાં અનેક મહાનુભાવોનો સહયોગ મળેલ છે. શ્રી ભરતભાઈ આર. રાજગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેમણે ૩૩ વર્ષ સિવિલ એન્‍જિનિયર તરીકે સિંચાઈ વિભાગ ગુજરાત રાજ્‍યમાં સેવા આપી છે અને હાલ છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ સ્‍થિત રામકળષ્‍ણ આશ્રમમાં માંડ માનદ સેવા આપે છે.

વેબસાઇટના સ્‍માર્ટ-વ્‍યુના ડિઝાઇન કાર્ય માટે શાર્દુલભાઈ કે. ઠકકર (સાયફરટ્રેક સોફ્‌ટવેર) નો સહયોગ મળેલ છે.

વેબસાઇટના ક્‍લાસિક-વ્‍યુના ડિઝાઇન કાર્ય માટે ગૌરવભાઈ રાણપરાનો સહયોગ મળ્‍યો છે.

વેબહોસ્‍ટિંગ સર્વિસ માટે રાજીવભાઈ બી. પંડ્‍યા (પરમવેબ સોલ્‍યુશન) નો સહયોગ પ્રાપ્ત થયો છે.

ડેટા ક્‍લીનઝિંગ અને ડેટા વેરિફિકેશન માટે ધ્રુવિલભાઈ જે. બાવળીયાનો સહયોગ મળેલ છે.

આ વેબસાઇટ માટે ડેટા કલેક્‍શન, ડેટા મેનેજમેન્‍ટ, ડેટા એનાલિસિસ અને વેબસાઇટના ડિઝાઇનનું માર્ગદર્શન શ્રી સમીર ટી. દવે નું છે, અને તેઓ www.mdac.in ના સ્‍થાપક પણ છે, જેઓ ઘણા વર્ષોથી કસ્‍ટમાઇઝ સોફ્‌ટવેર ડિઝાઇનિંગ અને ડેટા એનાલિસિસ ક્ષેત્રે કાર્યરત છે.

આ વેબસાઇટ માટે સતત પ્રોત્‍સાહન આપવા બદલ અકિલા દૈનિકના મોભી મુરબ્‍બીશ્રી કિરીટકાકા (કિરીટ ગણાત્રા, મેનેજિંગ એડિટર, અકિલા ડેઇલી, રાજકોટ-ગુજરાત-ઇન્‍ડિયા) નો પણ આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

આ નવું ‘સ્‍માર્ટ વ્‍યૂ' વર્ઝન વપરાશકર્તાઓને વધુ સહેલાઈથી અને અસરકારક રીતે માહિતી અને મનોરંજન પૂરું પાડશે, જે જ્ઞાન અને સંસ્‍કળતિના પ્રસારમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપશે તેમ શ્રી તુષાર દવે એક મુલાકાતમાં જણાવ્‍યું હતું.

 

 

માહિતી મેળવવાની પ્રક્રિયા

યુટયુબ અને વિકિપીડિયા પરથી માહિતી મેળવવા માટે, સંબંધિત વિભાગમાં જઈને પહેલા કેટેગરી સિલેક્‍ટ કરીને, પછી માહિતી સિલેક્‍ટ કરીને આપેલા એરો પર ક્‍લિક કરવાનું રહેશે. ત્‍યારબાદ યુટયુબ કે વિકિપીડિયાના બટન પર ક્‍લિક કરતા જ તે પ્‍લેટફોર્મ પર ઉપલબ્‍ધ સંબંધિત માહિતી સર્ચ થઈને બતાવશે.

mdac.in દ્વારા કોઈ પણ પ્‍લેટફોર્મ પર માહિતી અપલોડ કરવામાં આવી નથી; સર્ચ રિઝલ્‍ટ ફક્‍ત તે પ્‍લેટફોર્મના સર્ચ એન્‍જિન દ્વારા જ પ્રદાન કરવામાં આવે છે.

 

 

આ વેબસાઇટ માટે ડેટા કલેક્‍શન, ડેટા મેનેજમેન્‍ટ, ડેટા એનાલિસિસ અને વેબસાઇટના ડિઝાઇનનું માર્ગદર્શન શ્રી સમીર ટી. દવે નું છે, અને તેઓ www.mdac.inના સ્‍થાપક પણ છે, જેઓ ઘણા વર્ષોથી કસ્‍ટમાઇઝ સોફ્‌ટવેર ડિઝાઇનિંગ અને ડેટા એનાલિસિસ ક્ષેત્રે કાર્યરત છે.

મો. ૭૦૧૬૨ ૬૨૨૬૫

(3:11 PM IST)