<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પાકિસ્તાનમાં 1000 કિલો ગધેડાનું માંસ : 50 થી વધુ જીવતા ગધેડા મળી આવતા હાહાકાર : ગધેડાનું માંસ વિદેશી રેસ્ટોરન્ટ અને મોંઘી હોટેલોમાં મોકલવામાં આવતું

ફાર્મહાઉસ પર દરોડા પાડતા આટલા મોટા પ્રમાણમાં માંસ જપ્ત થયું : આ કાર્યવાહીમાં સ્થળ પરથી એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી : પાકિસ્તાન ચીનમાં ગધેડાનું માંસ નિકાસ કરે છે

ઇસ્લામાબાદ : ઈસ્લામાબાદમાં અધિકારીઓએ એક ફાર્મહાઉસ પર દરોડા પાડીને 1000 કિલો ગધેડાનું માંસ જપ્ત કર્યું. આ સાથે, 50 થી વધુ જીવતા ગધેડા પણ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ માંસ મોંઘી હોટલો અને વિદેશમાં લોકોને મોકલવાનું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગધેડાનું માંસ વિદેશી રેસ્ટોરાં અને લોકોને સપ્લાય કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

ડોન અખબારના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદ ફૂડ ઓથોરિટી (IFA) એ તરનોલ વિસ્તારમાં એક ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી લગભગ એક હજાર કિલો ગધેડાનું માંસ અને 50 થી વધુ જીવંત ગધેડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સ્થળ પરથી એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.


ઇસ્લામાબાદ જિલ્લા વહીવટીતંત્રના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિદેશી વ્યક્તિ સામે FIR નોંધવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદેશી રેસ્ટોરાં અને લોકોને ગધેડાનું માંસ સપ્લાય કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.

ફૂડ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા માંસનું પેકિંગ ખૂબ જ સારું અને સ્વચ્છ હતું. આ સૂચવે છે કે તે કાં તો વિદેશ મોકલવાનું હતું અથવા ઇસ્લામાબાદમાં રહેતા વિદેશીઓને વેચવાનું હતું.


ડોનના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન ચીનમાં ગધેડાનું ચામડું અને માંસ નિકાસ કરી રહ્યું છે. ઇથોપિયા અને સુદાન પછી પાકિસ્તાન વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

તાજેતરના મહિનાઓમાં ગધેડાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં હવે એક ગધેડો લગભગ 3 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચીની કંપનીઓ પણ પાકિસ્તાનમાં ગધેડા ઉછેરમાં રસ દાખવી રહી છે.


પાકિસ્તાનના કૃષિ મંત્રી રાણા તનવીર હુસૈને આ વર્ષે એપ્રિલમાં ચીની પ્રતિનિધિમંડળને પણ મળ્યા હતા, જેમાં પાકિસ્તાનમાં ગધેડા ફાર્મ ખોલવાની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કોઈપણ કરાર પહેલાં, ખાતરી કરવામાં આવશે કે સ્થાનિક ગધેડાની વસ્તીને નુકસાન ન થાય.

(7:05 PM IST)