<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પીએમ મોદી આવતીકાલે સાંજે 5-6 વાગ્યાની આસપાસ સંસદમાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આવતીકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે.

નવી દિલ્હી : લોકસભામાં આજથી શરૂ થયેલ ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, હવે ભારત ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે. તે આતંકના માસ્ટર્સને શબપેટીઓ મોકલે છે વિદેશ મંત્રી એસ જયશંકર આજે સાંજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં વિપક્ષના સાંસદોએ ઉઠાવેલા મુદ્દાઓ-પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે. 

   કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ આવતીકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે. જ્યારે પીએમ મોદી આવતીકાલે સાંજે 5-6 વાગ્યાની આસપાસ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે.

 


 

(9:46 PM IST)