<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

અમેરિકા અને રશિયાએ ભારત અને પાકિસ્તાનને એક સરખા ગણ્યા: વિદેશી મિત્રો પણ કામ ના લાગ્યા : દિપેન્દરસિંહ હુડા

કોંગ્રેસના દિપેન્દરસિંહ હુડાએ ઓપરેશન સિંદૂર ઉપરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર-આતંકીઓમાં કોઈ ફેર નથી, પણ તમે બન્નેને અલગ કરીને મોટી ભૂલ કરી.

નવી દિલ્હી : લોકસભામાં કોંગ્રેસના દિપેન્દરસિંહ હુડાએ ઓપરેશન સિંદૂર ઉપરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર-આતંકીઓમાં કોઈ ફેર નથી, પણ તમે બન્નેને અલગ કરીને મોટી ભૂલ કરી. તક હતી તો પાકિસ્તાનની ઈટથી ઈંટ કરી લેવાની જરૂર હતી. વિદેશ પ્રવાસો કરો છો તો કેમ તમારા વિદેશી મિત્ર સાથે ના ઊભા રહ્યાં. વિદેશનીતિમાં નિષ્ફળ સાબિત થયા છીએ. અમેરિકા અને રશિયાએ, ભારત અને પાકિસ્તાનને એક સરખા ગણ્યા છે. બન્નેને સરખા ત્રાજવામાં તોળ્યા છે. આતંકના જનક અને આતંકના પીડિત દેશને સરખા ગણ્યા છે.

(9:54 PM IST)