<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ઘરમાં ઘૂસીને મારવાની વાત કરો છો તો લાદેનને જેમ માર્યા તેમ આતંકના આકાઓને મારો:પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનુ બંધ કરો

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અરવિંદ ગણપત સાવંતે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લીધો

નવી દિલ્હી : શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અરવિંદ ગણપત સાવંતે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે અમેરિકાના પ્રમુખ શેખી મારે છે કે મે યુદ્ધ વિરામ કરાવ્યુ. શુ ઓપરેશન સિંદૂર કોઈ શરતોને આધિન કરાયું હતુ. ઈન્દિરાની જેમ તમારી પાસે પાકિસ્તાનના ભાગલા કરવાની તક હતી. ઘરમાં ઘૂસીને મારવાની વાત કરો છો તો ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને માર્યા તેવી રીતે આતંકના આકાઓને મારો…પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનુ બંધ કરો.

 


 

(10:01 PM IST)