News of Tuesday, 29th July 2025
લોનાવલામાં મહિલા પર કારમાં સામૂહિક બળાત્કાર
નિર્જન સ્થળો પર ગાડી લઈ જઈને આખી રાત બળાત્કાર ગુજાર્યા બાદ સવારે મહિલાને શહેરની બહાર છોડી દેવાઈ

લોનાવલા તા.૨૯: લોનાવલામાં એક મહિલા પર ચાલતી ગાડીમાં ત્રણ નરાધમોએ બળાત્કાર કર્યા બાદ તેને શહેરની બહાર છોડી દેવામાં આવી હતી. પોલીસની સતર્કતાથી ૧૨ કલાકમાં જ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બીજા બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) ની વિગતો મુજબ ૨૫ જુલાઈની રાતે ત્રણ લોકોએ આ મહિલાને બળજબરી કારમાં બેસાડી હતી. ત્યાર બાદ નિર્જન સ્થળોએ કાર ચલાવતા રહીને ચાલુ કારમાં મહિલા પર બળાત્કાર કર્યો હતો. સવારે તેને લોનાવલા શહેરની બહાર તરછોડી દેવામાં આવી હતી.
મહિલાએ પોલીસને ફરિયાદ કર્યા બાદ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કેમેરાનાં ફુટેજ તપાસીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ૩૫ વર્ષના સનિલ ગાયકવાડ નામના પુરુષની ઓળખ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી અને પીડિત મહિલા એકબીજાથી પરિચિત હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે.(૩૮.૧૪)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
