<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વોટરફોલ પર ન્‍હાવા ગયેલો યુવક ૬૫ ફુટની ઊંચાઈ પરથી નીચે પડ્‍યો, હાડકાનું કચૂંબર થઈ ગયું

 

બલૌદા તા.૨૯: છત્તીસગઢના બલૌદા બજારથી હચમચાવી નાખતો એક વીડિયો સામે આવ્‍યો છે. અહીં એક ઝરણા પર મોજમસ્‍તી કરવા આવેલો છોકરો ૬૫ ફૂટની ઊંચાઈથી નીચે પાણીમાં પડ્‍યો. આ દુર્ઘટનામાં છોકરાના શરીરના હાડકાં ભાંગી ગયા અને ગંભીર ઈજા થઈ હતી.

હકીકતમાં જોઈએ તો, ચોમાસાના વરસાદ બાદ ધસગુડમાં આવેલો ધોધ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે. સિરપુર રોડ નજીક આવેલા ચેરકાપુર ગામનો આ છોકરો પોતાના મિત્રો સાથે ધોધ પર ફરવા આવ્‍યો હતો. આ ઝરણાની ઊંચાઈ પર તે ૬૦-૬૫ ફૂટની હાઈટ પર ચડ્‍યો, પણ પગ લપસી જતાં પહાડ પરથી તે લપસતા નીચે પાણીમાં જઈને પડ્‍યો હતો.

જેમ તેમ કરી પાણીમાં તરી રહેલા લોકોએ આ ઘાયલ યુવકને બહાર કાઢ્‍યો અને તેને તરત બલૌદા બજારની એક પ્રાઈવેટ હોસ્‍પિટલમાં દાખલ કરાવ્‍યો, જ્‍યાં ડોક્‍ટર્સે તેના ચાર હાડકાં તૂટી ગયા હોવાની પુષ્ટિ કરી હતી.

સારી વાત એ છે કે, તેની હાલત સ્‍થિર છે અને તે ખતરામાંથી બહાર છે. આ ઘટના જિલ્‍લાના પર્યટન સ્‍થળ પર સુરક્ષા વ્‍યવસ્‍થામાં કેટલી લાપરવાહી છે, તે પણ ઉજાગર કરે છે.

સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે, સિધખોલ ધોધ જેવા અન્‍ય સ્‍થાનો પર પણ ચોમાસામાં પર્યટકોની ભીડ વધી રહી છે, પણ પ્રશાસને બેરિકેડ, ચેતવણી બોર્ડ અથવા બચાવ પ્રોટોકોલની કોઈ વ્‍યવસ્‍થા કરી નથી.(૩૮.૩)

(11:25 AM IST)