News of Tuesday, 29th July 2025
૨ વર્ષમાં પૂર્ણ થશે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ૮ સ્ટેશનો પર કામ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે
વાપી સાબરમતી વચ્ચેના કોરિડોરનો ગુજરાત ભાગ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની યોજનાઃ સમગ્ર પ્રોજેક્ટ (મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન) ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે

નવી દિલ્હી,તા.૨૯: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરનો ગુજરાત ભાગ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે અને મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધીનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (પ્ખ્ણ્લ્ય્) પ્રોજેક્ટ (૫૦૮ કિમી) જાપાનની ટેકનિકલ અને નાણાકીય સહાયથી નિર્માણાધીન છે.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે અને મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત૧૨ સ્ટેશનો પર સ્ટોપેજ રાખવાની યોજના છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ કોરિડોરના વાપીથી સાબરમતી સેક્શનને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વાપી-સાબરમતી ટ્રેન સેક્શનમાં ૮ સ્ટેશન હશે. જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. ૧,૦૮,૦૦૦ કરોડ છે, જેમાંથી જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ૮૧ ટકા એટલે કે રૂ. ૮૮,૦૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડી રહી છે અને બાકીના ૧૯ ટકા એટલે કે રૂ. ૨૦,૦૦૦ કરોડનું ભંડોળ રેલવે મંત્રાલય (૫૦ ટકા) અને મહારાષ્ટ્ર (૨૫ ટકા) અને ગુજરાત (૨૫ ટકા) સરકારો દ્વારા પૂરું પાડવામાં આવશે.(
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
