News of Tuesday, 29th July 2025
ખાતામાં મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમઃ નહીં લાગે કોઈ પેનલ્ટી
૬ સરકારી બેંકોની ગ્રાહકોને ભેટ

નવી દિલ્હી,તા.૨૯: દેશની અનેક મોટી સરકારી બેંકોએ સેવિગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતા ચાર્જને નાબૂદ કરી દીધા છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે સપ્ટેમ્બર ૨૦૨૫ના ત્રિમાસિક ગાળાથી સામાન્ય સેવિગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ ચાર્જ લાગશે નહીં. એટલે કે, જો તમારું બેલેન્સ નિર્ધારિત મર્યાદા (નક્કી કરેલી લિમિટ)થી નીચે જશે તો પણ પૈસા કપાશે નહીં.
બેંક ઓફ બરોડાએ પણ ૧ જુલાઈ, ૨૦૨૫થી તેના તમામ સ્ટાન્ડર્ડ સેવિગ્સ એકાઉન્ટ્સ પર ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) ન રાખવા બદલ લાગતા ચાર્જ હટાવી દીધા છે. જોકે, આ છૂટ પ્રીમિયમ સેવિગ્સ એકાઉન્ટને નહીં મળે. આનો અર્થ એ થયો કે સામાન્ય ખાતાધારકો હવે મિનિમમ બેલેન્સની ચિતા વગર બેંકિગનો આનંદ માણી શકશે.
ઈન્ડિયન બેંકે પણ તેના તમામ સેવિગ્સ એકાઉન્ટ પર ન્યૂનતમ બેલેન્સ ચાર્જ (મિનિમમ બેલેન્સ ચાર્જ)ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે. આ સુવિધા ૭ જુલાઈ, ૨૦૨૫થી લાગુ થઈ ગઈ છે. આ નિર્ણયથી ગ્રાહકોને મોટી રાહત મળી છે,
કેનરા બેંકે મે ૨૦૨૫માં જ આ સુવિધા શરૂ કરી દીધી હતી. હવે તેના રેગ્યુલર સેવિગ્સ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને એનઆરઆઈ એકાઉન્ટ પર પણ ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) ન રાખવા બદલ કોઈ પેનલ્ટી લાગશે નહીં.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) આ બાબતે પહેલેથી જ આગળ છે. ૨૦૨૦થી જ એસબીઆઈએ તેના તમામ સેવિગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સની શરત ખતમ કરી દીધી હતી. એટલે કે એસબીઆઈ બેન્ક ખાતાધારકોને ઘણાં વર્ષોથી આ ટેન્શનથી મુક્તિ મળી ચૂકી છે.
બેંક ઓફ ઈન્ડિયાએ પણ તાજેતરમાં સેવિગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સ ન રાખવાની પેનલ્ટીને સંપૂર્ણપણે હટાવી દીધી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
