News of Tuesday, 29th July 2025
પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી અનાથ થયેઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આ બાળકોએ તેમના માતાપિતા અથવા તેમના પરિવારના એકમાત્ર કમાનારને ગુમાવ્યા છેલા ૨૨ બાળકોને દત્તક લેશે રાહુલ ગાંધી
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આ બાળકોએ તેમના માતાપિતા અથવા તેમના પરિવારના એકમાત્ર કમાનારને ગુમાવ્યા છે

પૂંછ તા.૨૯: વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવનારા લગભગ બે ડઝન બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો છે. ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં આ બાળકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરરાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પૂંછ જિલ્લાના ૨૨ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ એવા બાળકો છે જેમણે તેમના માતાપિતા અથવા પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય બંને ગુમાવ્યા છે. સહાયનો પહેલો હપ્તો બુધવારે આપવામાં આવશે જેથી આ બાળકોના અભ્યાસમાં વિક્ષેપ ન પડે. આ સહાય બાળકો સ્નાતક થાય ત્યાં સુધી ચાલુ રહેશે, કારાએ જણાવ્યું.
રાહુલ ગાંધી મે મહિનામાં પૂંછની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક કોંગ્રેસ નેતાઓને આ અસરગ્રસ્ત બાળકોની યાદી તૈયાર કરવા કહ્યું હતું. આ પછી, એક સર્વે હાથ ધરવામાં આવ્યો અને સરકારી રેકોર્ડમાંથી પુષ્ટિ મળ્યા પછી, અંતિમ યાદી તૈયાર કરવામાં આવી.
રાહુલ ગાંધીએ પૂંછમાં ક્રાઇસ્ટ પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ૧૨ વર્ષના જોડિયા બાળકો - ઉર્બા ફાતિમા અને ઝૈન અલી - પર પણ હુમલો થયો હતો. બાળકો સાથે વાત કરતી વખતે રાહુલે કહ્યું, મને તમારા પર ખૂબ ગર્વ છે. તમે તમારા નાના મિત્રોને ખૂબ યાદ કરતા હશો, મને તેના માટે દુઃખ છે. તમને હવે થોડો ડર લાગતો હશે, પણ ચિતા કરશો નહીં, બધું ફરી સામાન્ય થઈ જશે. આ ઘટનાનો તમારો જવાબ એ હોવો જોઈએ કે તમે સખત અભ્યાસ કરો, પૂરા દિલથી રમો અને શાળામાં ઘણા મિત્રો બનાવો.
પાકિસ્તાન તરફથી થયેલા ભારે ગોળીબારથી પૂંછ શહેર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ધાર્મિક શાળા ઝિયા ઉલ ઉલૂમ પર થયેલા હુમલામાં અડધા ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ હુમલામાં, વિહાન ભાર્ગવ નામના બાળકનું મૃત્યુ થયું જ્યારે તેનો પરિવાર શહેર છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ગોળીબાર દરમિયાન તેને છરા વાગવાથી ઇજા પહોંચી હતી.
ઓપરેશન સિદૂર એ ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ૭ મે ૨૦૨૫ના રોજ ભારત દ્વારા શરૂ કરાયેલ લશ્કરી કાર્યવાહી હતી. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે ઓપરેશન સિદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર સચોટ હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથોના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. જવાબમાં, પાકિસ્તાને ૮ થી ૧૦ મે દરમિયાન જમ્મુ ક્ષેત્રમાં, ખાસ કરીને પૂંછમાં ભારે ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા શરૂ કર્યા. આ હુમલાઓમાં ૨૭ લોકો માર્યા ગયા અને ૭૦ થી વધુ ઘાયલ થયા. આ સમયગાળા દરમિયાન પૂંચ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તોપમારાથી સ્થાનિક લોકોને પોતાના ઘર છોડીને સરકારી રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
