News of Tuesday, 29th July 2025
એક જ ગામમાં રહેતાં છોકરો-છોકરી લગ્ન ન કરી શકે
પંજાબના ફરીદકોટમાં બે ગ્રામપંચાયતોનો ઠરાવ

ફરીદકોટ તા.૨૯: પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા વિસ્તારના સિરસારી અને અનોખપુરા ગ્રામપંચાયતોએ ઠરાવ પસાર કર્યો છે કે એક જ ગામમાં રહેતાં છોકરો અને છોકરી લગ્ન ન કરી શકે. એમાં કહેવામાં આવ્યું છે કે આવાં લગ્નો ક્યારેક હિસક વિવાદો તરફ દોરી જાય છે અને સામાજિક સુમેળને પણ અસર કરે છે, જો એક જ ગામમાં લગ્ન થશે તો સમગ્ર ગ્રામપંચાયત અને રહેવાસીઓ તેમનો બહિષ્કાર કરશે.
ગ્રામપંચાયતોએ રાજ્ય સરકાર પાસે એવી પણ માગણી કરી હતી કે એક જ ગામનાં પુરુષ અને ષી વચ્ચેનાં લગ્ન પર પ્રતિબંધ લાદવો જોઈએ. પંચાયતોએ રાજ્ય સરકાર પાસેથી આ મુદ્દા પર પ્રાથમિકતાના ધોરણે પંજાબ વિધાનસભામાં ચર્ચા કરવાની પણ માગણી કરી હતી. આ ઠરાવ સિરસારી ગ્રામપંચાયતના સરપંચ જ્ઞાન કૌર અને અનોખપુરા ગામના સરપંચ બલજિત સિહ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.(
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
