<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

લોકો સરકારના ભરોસે પહેલગામ ગયા હતાં: હુમલાની જવાબદારી કોની ગણવી જોઈએ ?

પ્રિયંકા ગાંધીએ સુરક્ષામાં છીંડા હોવાનો મામલો ઉઠાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૯: લોકસભામાં સતત બીજા દિ૪વસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રિયંકા ગાંધીએ પૂછયો કે જ્‍યારે સરકાર દાવો કરી રહી હતી કે કાશ્‍મીરમાં આતંકવાદ કેવી રીતે ઓછો થયો છે? સરકાર પર પ્રહાર કરતા ગાંધીએ કહ્યું કે તમે ઇતિહાસ વિશે વાત કરતા રહો, અમે વર્તમાન વિશે વાત કરીશું.

પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શું સરકારને ખબર નહોતી કે દરરોજ ૧૦૦૦-૧૫૦૦ પ્રવાસીઓ આ સ્‍થળની મુલાકાત લે છે, જો અહીં કંઈક થશે તો લોકો બહાર નીકળી શકશે નહીં, કોઈ સુરક્ષા કે પ્રાથમિક સારવારની વ્‍યવસ્‍થા નહોતી, લોકો સરકાર પર વિશ્વાસ કરીને ત્‍યાં ગયા હતા અને આ સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા. દેશના નાગરિકોની સુરક્ષા માટે કોણ જવાબદાર છે, શું આ દેશના વડા પ્રધાન નથી, શું આ દેશના ગળહ પ્રધાન નથી, શું આ સંરક્ષણ પ્રધાન નથી.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સેનાની બહાદુરીને સલામ કરી અને કહ્યું કે સ્‍વતંત્રતા અહિંસક આંદોલન દ્વારા પ્રાપ્ત થઈ હતી, પરંતુ ૧૯૪૮માં પાકિસ્‍તાન દ્વારા પહેલી ઘૂસણખોરી બાદથી સેનાએ આપણી અખંડિતતાને અકબંધ રાખવામાં મુખ્‍ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ બધા પાસાઓની ગણતરી કરી અને ઇતિહાસ પણ શીખવ્‍યો, પરંતુ એક વાત છોડી દેવામાં આવી. પહેલગામમાં હુમલો કેવી રીતે અને શા માટે થયો? આ પ્રશ્‍ન મને હજુ પણ સતાવે છે.

પ્રિયંકા ગાંધીએ શુભમ દ્વિવેદીની પત્‍નીનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો સરકાર પર વિશ્વાસ કરીને પહેલગામ ગયા હતા, પરંતુ સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા. હુમલા માટે કોણ જવાબદાર છે? શું નાગરિકોની સુરક્ષા સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી, શું ગળહ પ્રધાનની જવાબદારી નથી? તેમણે વ્‍ય્‍જ્‍ ની સ્‍થાપના, તેની પ્રવળત્તિઓ અને તેને આતંકવાદી સંગઠન ગણાવવા અંગે પ્રશ્‍નો ઉઠાવ્‍યા અને કહ્યું કે સરકારની એવી કોઈ એજન્‍સી નથી જેને ખ્‍યાલ હોય કે આટલા ભયંકર હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શું આ એજન્‍સીઓની નિષ્‍ફળતા છે કે નહીં? આ એક મોટી નિષ્‍ફળતા છે. (રર.૨૪)

(3:01 PM IST)