News of Tuesday, 29th July 2025
પારાને સોનામાં રૂપાંતરીત કરવાની ટેકનોલોજી વિકસાવી
અમેરિકન કંપનીનો મોટો દાવો

નવી દિલ્હી, તા. ર૯ : અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ પારાને સોનામાં રૂપાંતર કરવાની ક્ષમતા વિકસાવી છે. ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન ટેકનોલોજી દ્વારા આ શકય બન્યું છે. આ ટેકનોલોજી દ્વારા વિજળી ઉત્પાદન સાથે સોનાનું ઉત્પાદન પણ શકય બને છે.
અમેરિકાના સાન ફ્રાંસિસ્કો સ્થિત ફયૂઝન એનર્જી સ્ટાર્ટઅપ મેરેથોન ફયુઝન એ દાવો કર્યો છે કે તેણે એવી ટેક્રોલોજી વિકસાવી છે જેના પારાને સોનામાં બદલી શકાય છે.
સદીયો જૂનો અલ્કેમીનું સપનુ હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાકાર થતું દેખાઈ રહ્યું છે. કંપનીંઁ અનુસાર, તેણે ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન પદ્ધતિનો ઉપયોગ કરીને પારોને સોનામાં બદલી બતાવ્યો છે.
તેમણે મરચ્યુરી-૧૯૮ ના આઈસોટોપને ફેરવીને મરકયુરી-૧૯૭ બનાવ્યું, જે પછી કુદરતી રીતે ગોલ્ડ-૧૯૭ માં રૂપાંતરિત થયું. આ પ્રક્રિયા દ્વારા પારામાંથી સોનું બન્યું, અને તે પણ વિજળી ઉત્પન્ન કરતી પ્રક્રિયા સાથે સમાંતર ચાલે તેમ.
કંપની કહે છે કે તેમની આ ટેક્રોલોજી દ્વારા દર વર્ષે આશરે ૫,૦૦૦ કિલોગ્રામ સોનાનું ઉત્પાદન શકય બને છે. આનો અર્થ એ છે કે ફયુઝન રિએક્ટર દ્વારા વિજળી પણ બનશે અને સાથે સાથે સોનું
શું આ સોનું તાત્કાલિક વપરાશ માટે તૈયાર હશે તેની વાત કરવામાં આવે તો કંપનીનું કહેવું છે કે આ સોનામાં થોડીક રેડિઓએક્ટિવતા હોઈ શકે છે, તેથી તેને ૧૪થી ૧૮ વર્ષ સુધી સુરક્ષિત રીતે સ્ટોર કરવું પડશે જેથી પછી તે સુરક્ષિત રીતે વાપરી શકાય.
હાલમાં આ આખી પ્રક્રિયા એક શરૂઆતી સ્ટેજના રિસર્ચ અને કન્સેપ્ટ પર આધારિત છે. ફયુઝન એનર્જીનો વ્યાપક ઉપયોગ કરવો હજુ પણ વૈજ્ઞાનિકોને પડકારરૂપ લાગે છે. છતાં, જો કંપનીના દાવાઓ સાચા સાબિત થાય, તો આ ટેક્રોલોજી ર્જા, મેડિકલ અને કિંમતી ધાતુઓના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
