<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

શેરબજારઃ ત્રણ દિવસમાં રોકાણકારોએ ગુમાવ્યા ૧૩ લાખ કરોડ રૃપિયા...

ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ

મુંબઇ, તા.૨૯ઃ ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું છે. જેના લીધે રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. શેરબજારની આજે પણ નબળી શરુઆત થઈ છે. જોકે, આ દરમિયાન માત્ર ત્રણ દિવસમાં રોકાણકારોના ૧૩ લાખ કરોડ રૃપિયા ડૂબી ગયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ બુધવારે ૨૩ જુલાઈના રોજ બીએસએસઈની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૪૬૦. ૩૫ લાખ કરોડ હતું. જે સોમવારે ૨૮ જુલાઈના રોજ ઘટીને ૪૪૮ લાખ કરોડ હતું જયારે સોમવારે બજારમાં રોકાણકારોનું ૪ લાખ કરોડનું ધોવાણ થયું હતું અને માર્કેટ કેપ ઘટીને ૪૫૧.૭ લાખ કરોડથી નીચે ગયું.

જયારે સોમવારે બજાર સેન્સેકસમાં ૫૭૨ ના ઘટાડા સાથે બંધ થયું હતું. જયારે નિફ્ટીમાં પણ ૧૫૬ પોઈન્ટનો ઘટાડો થયો હતો. જયારે મોટાભાગના સેકટોરલ ઇન્ડેકસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ત્રણ સત્રમાં સેન્સેકસ અને નિફ્ટીમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ બજારમાં વેચવાલી હાવી રહી.

ભારતીય શેરબજારમાં સતત થઈ રહેલા ઘટાડાનું એક કારણ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલમાં થઈ રહેલો વિલંબ પણ માનવામાં આવે છે. તેમજ ટ્રેડ ડીલની ડેડલાઈન ૧ ઓગસ્ટ સુધીની છે. તેમજ જ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ વિદેશી રોકાણકારો બજારમાંથી નાણા ઉપાડી રહ્યા છે. આ ઉપરાંત અનેક કંપનીઓના ત્રણ મહિના નબળા પરિણામો પણ કારણભૂત માનવામાં આવી રહ્યા છે.

(3:40 PM IST)