News of Tuesday, 29th July 2025
બેડમિન્ટન રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો
તેલંગણામાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ યુવાનોના હાર્ટએટેકથી મોત નિપજ્યા

નવી દિલ્હીઃ તાજેતરનો કિસ્સો હૈદરાબાદના સિકંદરાબાદના લાલાપેટમાં સામે આવ્યો છે, જ્યાં બેડમિન્ટન રમતા એક વ્યકિતનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતકનું નામ શ્યામ યાદવ હતું અને તેની ઉંમર ૩૮ વર્ષ હતી. આ ઘટના બાદ લોકો ખૂબ જ ચિતિત દેખાઈ રહ્યા છે કારણ કે દેશમાં ૨૦-૪૦ વર્ષની વયજૂથના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
તેલંગાણામાં છેલ્લા એક સપ્તાહમાં યુવાનોમાં હાર્ટ એટેકના પાંચ કેસ નોંધાયા છે. હૈદરાબાદના જૂના શહેરમાં એક લગ્ન સમારંભ દરમિયાન અચાનક એક યુવક નીચે પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. અન્ય એક કેસમાં હૈદરાબાદમાં જ જીમ કરતી વખતે ૨૪ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
