હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત કેડરના IPS નીરજા ગોટરૂ રાવ અને IPS મનોજ શશિધર સહિત દેશના ૩૫ IPS અધિકારીઓ કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ!
કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂર કરાયેલ યાદીમાં ૧૯૯૩ અને ૧૯૯૪ બેચના IPS અધિકારીઓનો સમાવેશ : સ્વચ્છ છબી ધરાવતા IPS નીરજા ગોટરૂ રાવ (પોલીસ ભરતી બોર્ડ ચેરમેન) અને IPS મનોજ શશિધર (CBI એડિશનલ ડિરેક્ટર) ને ટોચના પદ માટેના દરવાજા ખુલ્યા

રાજકોટ : કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત કેડરના બે તેજસ્વી આઈપીએસ અધિકારીઓ, IPS નીરજા ગોટરૂ રાવ અને IPS મનોજ શશિધર સહિત દેશભરના કુલ ૩૫ આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અથવા તેના સમકક્ષ પદ માટે એમ્પેનલ્ડ કર્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (Appointments Committee of the Cabinet) દ્વારા ૨૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવેલી માહિતી નોટ (No. 35/04/2025-EO(SM-I)) મુજબ આ મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના IPS અધિકારીઓ અને તેમની વર્તમાન ભૂમિકા:
આ યાદીમાં IPS નીરજા ગોટરૂ રાવ, જેઓ ગુજરાત કેડરના ૧૯૯૩ બેચના અધિકારી છે, તેમનો સમાવેશ થયો છે. હાલમાં તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન અને પોલીસ ટ્રેનીંગનો વધારાનો ચાર્જ સંભાળે છે. તેમની સ્વચ્છ છબી અને કાર્યદક્ષતા માટે તેઓ ગુજરાત પોલીસ તંત્રમાં જાણીતા છે.
બીજા અધિકારી IPS મનોજ શશિધર, જેઓ ગુજરાત કેડરના ૧૯૯૪ બેચના અધિકારી છે, તેમનું પણ એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું છે. તેઓ હાલમાં કેન્દ્રમાં સીબીઆઈ (CBI) ના એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સૂત્રોના મતે, કારકિર્દીના પ્રારંભથી જ ખૂબ તેજસ્વી એવા IPS મનોજ શશિધર માટે કેન્દ્રમાં હવે ટોપ પોસ્ટ માટેના દરવાજા ખુલી જાય તો નવાઈ નહીં. આ બન્ને આઈપીએસ અધિકારીઓ પર અભિનંદનનો અવિરત વરસાદ વરસી રહ્યો છે.
એમ્પેનલમેન્ટ થયેલા IPS અધિકારીઓની સંપૂર્ણ યાદી:
કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા DGP/DGP Eq. લેવલ પર એમ્પેનલ્ડ કરવામાં આવેલા કુલ ૩૫ આઈપીએસ અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
૧૯૯૩ બેચ:
* IPS જિતેન્દ્ર કુમાર (BH)
* IPS નીરજા ગોટરૂ રાવ (GJ)
* IPS મનવીન્દર સિંહ ભાટિયા (JH)
* IPS આર.પી. રાવ કોચે (OR)
* IPS રાજીવ સિંહ (TR)
* IPS ઝાકી અહમદ (UP)
૧૯૯૪ બેચ:
* IPS અનુરાગ કુમાર (AGMUT)
* IPS સૈયદ જાવેદ મુજતબા ગિલાની (AGMUT)
* IPS દીપક કુમાર (AM)
* IPS એ. રવિ શંકર (AP)
* IPS અમિત કુમાર (BH)
* IPS અનુપમા નિલેકર ચંદ્રા (BH)
* IPS મનોજ શશિધર (GJ)
* IPS રાકેશ અગ્રવાલ (HP)
* IPS સંપત મીના (JH)
* IPS પ્રોનાબ મોહંતી (KN)
* IPS અનંત કુમાર સિંહ (MP)
* IPS મનમીત સિંહ નારંગ (MP)
* IPS યશવંત કુમાર જેઠવા (OR)
* IPS અમરદીપ સિંહ રાય (PB)
* IPS અનિતા પુંજ (PB)
* IPS પ્રવીણ કુમાર સિન્હા (PB)
* IPS સુધાંશુ એસ શ્રીવાસ્તવ (PB)
* IPS રાજેશ કુમાર આર્ય (RJ)
* IPS આપ્ટે વિનાયક પ્રભાકર (TG)
* IPS શિખા ગોયલ (TG)
* IPS જી. વેંકટરામન (TN)
* IPS મહેશ કુમાર અગ્રવાલ (TN)
* IPS અખિલ કુમાર (UP)
* IPS પ્રકાશ ડી. (UP)
* IPS રાજા શ્રીવાસ્તવ (UP)
* IPS સુજીત પાંડે (UP)
* IPS નીરજ ઠાકુર (AGMUT)
* IPS કલા રામચંદ્રન (HY)
* IPS અનુરાગ (TR)
આ એમ્પેનલમેન્ટ આ અધિકારીઓ માટે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્તરીય પદો પર નિમણૂક માટેનો માર્ગ મોકળો કરશે, જે તેમની લાંબી અને સમર્પિત સેવાને માન્યતા આપે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
