<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

બેંકોએ દંડ માફ કર્યો પણ ગ્રાહકો પાસેથી રૂ.૯૦૦૦ કરોડ કમાઈ લીધા

લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્‍સ....કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્‍ડિયન બેંક, બેંક ઓફ ઇન્‍ડિયા અને સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાએ પણ આ ક્‍વાર્ટરથી આ દંડ માફ કરી દીધો છે

નવી દિલ્‍હી,તા.૩૦: જાહેર ક્ષેત્રની બેંકો એ છેલ્‍લા પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધી) લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્‍સ ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા દંડ વસૂલ્‍યો છે. રાજ્‍યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્‍યમંત્રી પંકજ ચૌધરીએ આ માહિતી આપી હતી

આ ખુલાસો એવા સમયે થયો છે જ્‍યારે તાજેતરમાં યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાએ પણ આ દંડ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં ઘણી અન્‍ય જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાઈ છે. બેંકે કહ્યું કે આ પગલું ગ્રાહકોને સમાનતા, ન્‍યાયીતા અને મૂળભૂત બેંકિગ સેવાઓની વધુ સારી પહોંચ સુનિヘતિ કરવા માટે છે

નાણા મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્‍ડિયન બેંક, બેંક ઓફ ઇન્‍ડિયા અને સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાએ પણ આ ક્‍વાર્ટરથી આ દંડ માફ કરી દીધો છે. દેશની સૌથી મોટી બેંક, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માર્ચ ૨૦૨૦ થી આ દંડ વસૂલ કરી રહી ન હતી.

નાણા રાજ્‍યમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે નાણાકીય સેવાઓ વિભાગ એ બેંકોને આ દંડ ઘટાડવા અથવા માફ કરવા વિશે વિચાર કરવા જણાવ્‍યું હતું, ખાસ કરીને અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોના ગ્રાહકોને રાહત આપવા માટે.

ધ ઇન્‍ડિયન એક્‍સપ્રેસ અનુસાર, ઇન્‍ડિયન બેંકે પાંચ વર્ષમાં સૌથી વધુ દંડ વસૂલ્‍યો છે. કુલ રકમનો પાંચમો ભાગ એટલે કે રૂ. ૧,૮૨૮.૧૮ કરોડ. પંજાબ નેશનલ બેંક આ પછીના ક્રમે (રૂ. ૧,૬૬૨.૪૨ કરોડ) અને બેંક ઓફ બરોડા ત્રીજા ક્રમે (રૂ. ૧,૫૩૧.૬૨ કરોડ) રહી. બીજા ક્રમે કેનેરા બેંક છે, જેણે ૧,૨૧૨.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેંક ઓફ ઈન્‍ડિયાએ ૮૦૯.૬૬ કરોડ રૂપિયા, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયાએ ૫૮૫.૩૬ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રએ ૫૩૫.૨૦ રૂપિયા, યુનિયન બેંકે ૪૮૪.૭૫ રૂપિયા, પંજાબ એન્‍ડ સિધ બેંકે ૧૦૦.૯૨ રૂપિયા અને ઇન્‍ડિયન ઓવરસીઝ બેંકે ૬૨.૦૪ કરોડ રૂપિયાની કમાણી કરી.

૨૦૨૦-૨૧: રૂ. ૧,૧૪૨.૧૩ કરોડ

૨૦૨૧-૨૨: રૂ. ૧,૪૨૮.૫૩ કરોડ, ગયા વર્ષ કરતાં ૨૫્રુ વધુ

૨૦૨૨-૨૩: ફરીથી ૩૦્રુ વધીને રૂ. ૧,૮૫૫.૪૩ કરોડ

૨૦૨૩-૨૪: ફરીથી ૨૬્રુ વધીને રૂ. ૨,૩૩૧.૦૮ કરોડ

૨૦૨૪-૨૫: આ વર્ષે ૭્રુ નો થોડો ઘટાડો થયો અને રકમ ૨,૧૭૫.૮૧ કરોડ રૂપિયા રહી.

બેંકોનો દંડ માફ કરવાનો નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે તેમના ચાલુ ખાતા અને બચત ખાતા ગુણોત્તર દબાણ હેઠળ છે. આ ખાતાઓ બેંકો માટે નાણાં એકત્ર કરવાનો સૌથી સસ્‍તો રસ્‍તો છે. જૂનમાં પ્રકાશિત થયેલા તેના તાજેતરના નાણાકીય સ્‍થિરતા અહેવાલમાં, ભારતીય રિઝર્વ બેંક (rbi) એ કહ્યું હતું કે સસ્‍તા ઘ્‍ખ્‍લ્‍ખ્‍ ને બદલે બેંકોની જવાબદારીઓ (થાપણો) માં મોંઘા મુદત થાપણો અને થાપણોના પ્રમાણપત્રો  નો હિસ્‍સો વધી રહ્યો છે.

 સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (sbi), જે છેલ્‍લા પાંચ વર્ષથી આ દંડ વસૂલ કરી રહી નથી, તે કહે છે કે આ પગલાથી પહેલી વાર બેંક ખાતું ખોલાવનારાઓને ઘણો ફાયદો થયો છે.

(10:36 AM IST)