તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
નશાખોર પતિએ પત્નીને ડ્રગ્સ માટે સવા ૨ લાખમાં વેચી દીધી
પીડિતાના ભાઈએ કરેલી ફરિયાદ પર પોલીસે અવગણના કરીઃ કોર્ટે આ મામલે નોંધ લીધીઃ પોલીસ દોડતી થઈ

જાૈનપુર,તા.૩૦: યુપીના જાૈનપુર એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ડ્રગ્સ માટે ૨ લાખ ૨૦ હજાર રૂપિયામાં વેચી દીધી. પીડિતાના ભાઈએ કરેલી ફરિયાદ પર પોલીસે આ ઘટનાને અવગણના કરી હતી. પરંતુ કોર્ટે આ મામલે નોંધ લીધી અને આરોપીઓ સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો.
મહારાજગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમિત કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિની ૩૪ વર્ષીય શોભાવતીએ અરજી આપીને કહ્યું કે, તેના લગ્ન લગભગ ૧૫ વર્ષ પહેલા સિગરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુરના રહેવાસી રાજેશ સાથે થયા હતા. તેના ૨ પુત્ર અને ૨ પુત્રીઓ છે. રાજેશ ડ્રગ્સનો વ્યસની છે તેમજ અન્ય બીજી મહિલા સાથે પણ સંબંધો ધરાવે છે
આરોપ છે કે આશરે દોઢ વર્ષ પહેલા રેશનકાર્ડ બનાવવાના બહાને તેનો પતિ રાજેશ તેને બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક કુમાર પાસે લઈ ગયો અને પછી ત્યા તેને ૨.૨૦ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. વિરોધ કરતા અશોક કુમાર અને તેના સાથીઓએ તેને મારી નાખવાની ધમકી આપી અને પીડિતાને ત્યાં બંધક બનાવી રાખી હતી.
થોડા સમય બાદ શોભાવતીનો ભાઈ ગુડ્ડુ એક દિવસ તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને પીડિતાના પતિ રાજેશે તેને કહ્યું કે તેની બહેન બાળકો સાથે ભાગી ગઈ છે. ગુડ્ડુએ આ વાત માની નહીં અને શંકા જતા તે પોલીસ સ્ટેશન ગયો, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની અરજી સાંભળવામાં ન આવી. જ્યારે મામલો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ શિલ્પીની કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશે તાત્કાલિક અસરથી પીડિતાના પતિ રાજેશ ખરીદનાર અશોક હરિજન અને એક અજાણ્યા વ્યક્તિ સામે વેચાણ, હુમલો, ઈજા પહોંચાડવી, કાવતરું ઘડવું, ધમકી આપવી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
