<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

જિન્‍સમાં પાલવ ક્‍યાંથી લાવશો

શાળામાં ગુરુજીએ કહ્યું કે માં ના પાલવ પર નિબંધ લખો..! તો લખવા વાળા વિદ્યાર્થીએ માં ના પાલવ પર શું સરસ લખ્‍યું પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે... આદરણીય ગુરુજી માં નો પાલવ માં ને ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો માં નો પાલવ ચૂલા ઉપરથી ગરમ વાસણોને ઉતારવામાં કામ આવતો હતો માં નો પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવા ગંદા કાન, કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગ માં લેવાતો બાળકો ને જમ્‍યા પછી માં ના પાલવ થી મોઢું લૂછવાનો અનેરો આનંદ આવતો હતો માં નો પાલવ ક્‍યારેક આંખ માં કંઈ ખૂંચતું તો માં ગોળ ગૂંચણું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્‍યારે દુ.ખાવો એની મેળે બંધ થઈ જતો.  માં ના ખોળા માં સુવા વાળા બાળકો માટે માં નો ખોળો ગાદી અને માં નો પાલવ ચાદર નું કામ કરી જતો  જ્‍યારે પણ કોઈ અજાણ્‍યું આંગતુક ઘરે આવતું ત્‍યારે તો બાળક માં ના પાલવ ની પાછળ સંતાવા તેનો ઉપયોગ કરતો  તેવીજ રીતે બાળક જ્‍યારે જ્‍યારે શરમાઈ જાય ત્‍યારે પોતાનું મોઢું માં ના પાલવ થી ઢાંકી દેતો જયારે બાળકને બહાર જવું હોય ત્‍યારે માં નો પાલવ પકડી લેતો અને તે પાલવ જ તેનો એક માર્ગદર્શક બની જતો જ્‍યાં સુધી બાળક પોતાની માં નો પાલવ પકડ્‍યો હોય, ત્‍યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠી માં હોય તેવો તેને આભાસ થતો  માં નો પાલવ જ્‍યારે શિયાળા ની ઋતુ હોય ત્‍યારે માતા પોતાના બાળકને ચારે કોરથી વીંટાળી ઠંડીથી બચાવવા ના પ્રયત્‍ન કરતી અને... જયારે ખૂબ વરસાદ પડે તો માં નો પાલવ છત્રી બની મોઢું ઢાંકવા કામ આવતું    માં નો પાલવ નો હાથ લૂંછણીયા તરીકે પણ ઉપયોગ કરી  લેવાતો  માં નો પાલવ ઝાડ પર થી  પડેલા જાબું અને સુગંધિત ફૂલો ને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો કયારેક... અનાજ, દાન, પ્રસાદ ના સંકલન માટે માં ના પાલવ વપરાતોમાં નો પાલવ ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો કયારેક કોઈ વસ્‍તુ ખોવાય જાય તો માં ના પાલવ ને ગાંઠ બાંધી નિヘન્‍તિ થઈ જતા કે જલ્‍દી મળી જશે અને મળી પણ જતી  માં ના પાલવ ની ગાંઠ લગાવી એક હાલતી-ચાલતી બેન્‍ક કે તિજોરી બની જતી અને જો બાળક નું નસીબ જોર કરે તો ક્‍યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતાં માં નો પાલવ બીજું કાંઈ નહીં, પણ એક જાદુઈ અનુભવ છે જે આજ ની પેઢી તો નહીં જ સમજી શકે  હવે જીન્‍સ પહેરવા વાળી પાલવ લાવશે ક્‍યાંથી...? સાડલા પહેરેલ માંના પાલવનો આસ્‍વાદ આપવા વાળી દરેક માતાઓ ને સમર્પિત..(સોશ્‍યલ મિડિયામાં વાયરલ થયેલ મેસેજ આભાર) (૩૮.૭)

(1:53 PM IST)