<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

હોસ્‍પિટલમાં મહિલા દરદીને બેહોશીનું ઇન્‍જેક્‍શન આપીને કમ્‍પાઉન્‍ડરે બળાત્‍કાર કર્યો

હે ભગવાન... હોસ્‍પીટલ પણ અસલામત!!

 

બલરામપુર તા.૩૦: ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક પ્રાઇવેટ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થયેલી મહિલાને બેહોશીનું ઇન્‍જેક્‍શન આપીને તેના પર હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડર યોગેશ પાંડેએ બળાત્‍કાર કર્યો હોવાની આંચકાજનક ઘટના બની છે. ૨૬ જુલાઈએ વહેલી સવારે ૪ વાગ્‍યે ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટ (આઇસીયુ)ના બેડ પર હોસ્‍પિટલના કર્મચારી યોગેશ પાંડેએ સારવારના બહાને મહિલાને એનેસ્‍થેસિયાનું ઇન્‍જેક્‍શન આપ્‍યું હતું અને એને કારણે મહિલા બેભાન થઈ ગઈ એ પછી આરોપીએ તેના પર બળાત્‍કાર કર્યો હતો.

ભાનમાં આવ્‍યા બાદ મહિલાએ પરિવારને ઘટનાની જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ કરતાં યોગેશની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્‍યાન આરોપીએ જણાવ્‍યું હતું કે નાઇટ-શિફટમાં ફરજ દરમ્‍યાન તેણે અન્‍ય દરદીઓ અને તેમનાં સગાંસંબંધીઓને ઇમર્જન્‍સી વોર્ડમાંથી બહાર મોકલી દીધાં હતાં. જ્‍યારે મહિલાએ ભાનમાં આવ્‍યા બાદ વિરોધ કર્યો ત્‍યારે તે ગભરાઈને હોસ્‍પિટલમાંથી ભાગી ગયો હતો.(૩૮.૬)

(1:52 PM IST)