હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરબાની મોજમાં વરસાદથી નહીં અટકે ‘પગ': બજારમાં આવી ગયા વોટર પ્રૂફ શૂઝ
નવરાત્રી માટે ટ્રેન્ડી અને એથનિક શૂઝની ભારે ડિમાન્ડઃ કુંદન, મોતી, લેસથી ડિઝાઇન કરેલા વોટરપ્રૂફ શૂઝ બેહદ લોકપ્રિય છે

મુંબઇ તા.૩૦: નવરાત્રી એ ફક્ત ગરબાનો જ નહીં પણ એક સંપૂર્ણ ફેશન ફેસ્ટિવલ બની ગયો છે. જ્યાં ચણિયાચોળી, કુર્તા પાયજામા, મેકઅપ અને એસેસરીઝ સાથે હવે શૂઝનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધી દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેન્ડી અને એથનિક શૂઝ બજારમાં ભારે ડિમાન્ડમાં છે.
આ શૂઝ સામાન્ય સ્પોર્ટ્સ શૂઝથી અલગ છે. એમાં કુંદન, મોતી, બીડ્સ, લેસ અને અન્ય પ્રકારના ટ્રેડિશનલ મટીરીયલનો ઉપયોગ કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. યુવાનો માટે ખાસ કરીને એથનિક સ્નીકર્સ, મિરર વર્કવાળા જૂતીસ અને કસ્ટમાઇઝડ કન્વર્સ શૂઝ ખૂબ લોકપ્રિય છે. શૂઝ ડિઝાઇનરના કહેવા મુજબ પહેલા લોકો પગમાં ફક્ત યુનિક શૂઝની જ માંગ કરતા હતા અને હવે લોકો ફેશન અને આરામ બંનેને સાથે લઈ ચાલી રહ્યા છે.
આ વર્ષે ડિઝાઇનર દ્વારા વોટરપ્રૂફ મટીરીયલ વાપરી શૂઝ તૈયાર કરવામાં આવ્યા છે. વોટરપ્રૂફ શૂઝ ખાસ કરીને વરસાદી માહોલમાં ગરબા કરતી વખતે ખુબ જ કામ લાગે છે અને લાંબા સમય સુધી આરામ આપે છે. અંદાજે દરેક શહેરમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવા શૂઝ માટે ગ્રાહકોની ભારે માંગ છે. નાના વ્યવસાયથી લઈને મોટી બ્રાન્ડ્સ સુધી મોટાભાગના નવરાત્રી માટે ખાસ કલેક્શન બહાર પાડ્યું છે. સુરતના વિવિધ સ્થળોએ યોજાયેલા એક્ઝિબિશનમાં પણ ખાસ મહિલાઓ આ પ્રકારના ટ્રેન્ડી શૂઝની ડિમાન્ડ કરી રહી છે. જેથી કમફર્ટની સાથે ફેશનને પણ તેઓ અનુસરી શકે.
એક અહેવાલ મુજબ ગત વર્ષે નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો અને લોકોને પગ ન બગડે અને રમવામાં સુગમતા રહે એ માટે આવા શૂઝની માંગ રહી. હાલ જે ૫૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ જે ગરબા રમે છે તેમને તેની ખાસ જરૂર પડે છે.
પહેલા એવું હતું કે લોકો વેડિગમાં જ આવા શૂઝ પહેરતા હતા. પરંતુ હવે લોકો હલ્દી, કાર્નિવલ અને અલગ અલગ ઇવેન્ટમાં પણ આ પ્રકારના શૂઝ પહેરતા થઈ ગયા છે. તેમાં ટ્રેડિશનલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ શૂઝ વોટર પ્રૂફ છે અને તેની કિમત રૂપિયા ૨૦૦૦ થી રૂપિયા ૩૦૦૦ સુધીની રહે છે.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
