<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

મુંબઈમાં શિક્ષિકાએ ઇન્‍સ્‍ટા પર સગીર વિદ્યાર્થી સાથે કરી અશ્‍લીલ ચેટ

મહિલા શિક્ષિકા સામે સોશિયલ મીડિયા પર સગીર વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્‍યોઃ પોલીસે આરોપી વિરુદ્ધ પોકસોએક્‍ટ હેઠળ એફઆઇઆર નોંધી છે.

 

 

મુંબઈ તા.૩૦: નવી મુંબઈની એક પ્રાયવેટ સ્‍કૂલમાં ભણાવતી મહિલા શિક્ષિકા સામે સોશિયલ મીડિયા પર સગીર વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્‍યો છે. આ કેસમાં પોલીસે આરોપી મહિલા શિક્ષિકા વિરુદ્ધ જાતીય સતામણી સંબંધિત પોકસો એક્‍ટની કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે. પોલીસે અપીલ કરી છે કે આવા કિસ્‍સાઓમાં શાળા મેનેજમેન્‍ટ સતર્ક રહે અને બાળકોની સુરક્ષા સુનિヘતિ કરે. આ સાથે, વાલીઓને બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શિક્ષિકાએ અગાઉ કોઈ અન્‍ય વિદ્યાર્થી સાથે આવું વર્તન કર્યું છે કે નહીં. પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે આરોપી મહિલાની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્‍ટની પણ તપાસ કરવામાં આવશે.

વિદ્યાર્થીના પિતાએ કોપરખૈરાણે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. પિતાનો આરોપ છે કે ૩૫ વર્ષીય મહિલા શિક્ષિકા રવિવાર સાંજથી સોમવાર સવાર સુધી તેના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર વિદ્યાર્થી સાથે સતત અશ્‍લીલ ચેટિગ કરતી હતી. શિક્ષિકાએ ચેટ દરમિયાન અયોગ્‍ય કપડાં પહેર્યા હતા અને તેના હાવભાવ અને વાતચીત વિદ્યાર્થીના માનસિક વિકાસ પર નકારાત્‍મક અસર કરી શકે છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આ વર્તન ‘પોક્‍સો એક્‍ટ‘ની કલમ ૧૧ અને ૧૨ હેઠળ જાતીય સતામણીની શ્રેણીમાં આવે છે. મહિલાએ અશ્‍લીલ હરકતો પણ કરી હતી.

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે ઘણી વખત ખાનગીમાં વાત કરી હતી અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધની મર્યાદા ઓળંગી જાય તેવા હાવભાવ કર્યા હતા. પરિવારે ઇન્‍સ્‍ટાગ્રામ પર શિક્ષક અને વિદ્યાર્થી વચ્‍ચેની વાતચીતનો સ્‍ક્રીનશોટ પણ પોલીસને સોંપ્‍યો છે

પોલીસે અપીલ કરી છે કે  વાલીઓ બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખતા રહે.(૩૮.૨)

(9:47 AM IST)