હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા વધ્યા, પણ બધા કાળા નાણાં નહીં
સરકારે આપી સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી,તા.૩૦: સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણાંમાં કેટલાક વર્ષોની સરખામણીમાં વધારો થયો છે. આ માહિતી સરકારે રાજ્યસભામાં આપી છે, જોકે, સરકારના મતે, આ રકમ કેટલી છે અને કોની છે તે સ્પષ્ટ નથી. રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસના પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ નિવેદન આપ્યું હતું.
નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે સ્વિસ નેશનલ બેંકના ડેટા પર આધારિત મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંની માત્રા ૨૦૨૪ ની તુલનામાં વધી છે. તેમણે સ્પષ્ટતા કરી કે સ્વિસ અધિકારીઓએ પોતે કહ્યું છે કે આ આંકડા ભારતમાં રહેતા નાગરિકો (ભારતીય રહેવાસીઓ) ની થાપણોને પ્રતિબિબિત કરતા નથી.
પંકજ ચૌધરીએ કહ્યું કે આ આંકડાઓનો ઉપયોગ ભારતીયો દ્વારા રાખવામાં આવેલા કથિત કાળા નાણાંનો અંદાજ કાઢવા માટે થવો જોઈએ નહીં. આ આંકડા ફક્ત સ્વિસ બેંકોની વિદેશી શાખાઓમાં ગ્રાહકોની થાપણો અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. તેથી, સ્વિસ બેંકોમાં જમા કરાયેલા બધા નાણાંને કાળા નાણાં કહી શકાય નહીં.
નાણા રાજ્યમંત્રીએ ગૃહને સ્વિસ બેંકોમાંથી અત્યાર સુધીમાં કેટલું કાળું નાણું પાછું લાવવામાં આવ્યું છે તેની પણ માહિતી આપી. તેમણે માહિતી આપી કે બ્લેક મની અને કરવેરા અમલીકરણ અધિનિયમ, ૨૦૧૫ (જ્યારે ૨૦૧૫ માં ત્રણ મહિનાની એક વખતની પાલન વિન્ડો ખોલવામાં આવી હતી) ત્યારે ૬૮૪ કેસોમાં ૪,૧૬૪ કરોડ રૂપિયાની અપ્રગટ વિદેશી સંપત્તિ જાહેર કરવામાં આવી હતી, જેના પર ૨,૪૭૬ કરોડ રૂપિયાનો કર અને દંડ વસૂલવામાં આવ્યો હતો.
સરકારે સંસદમાં એ પણ સ્પષ્ટતા કરી કે સ્વિસ બેંકોમાં પૈસા જમા કરાવવા એ ગુનો નથી. જો આ પૈસા યોગ્યસ્ત્રેતોમાંથી કમાયા હોય અને તેના પર સમયસર ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય, તો તેને કાળા નાણાંની શ્રેણીમાં મૂકી શકાય નહીં.(૪૦.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
