હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

*ગુજરાત એ.ટી.એસ. દ્વારા અલકાયદા સાથે જોડાયેલ મહિલાની ધરપકડ: બેંગલુરુથી સમા પરવીનને ઝડપી*
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એ.ટી.એસ.) એ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલી એક મહિલાની બેંગલુરુથી ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલાનું નામ સમા પરવીન છે. ઉલ્લેખનીય છે કે, આ ધરપકડ ૨૩ જુલાઈએ અલકાયદાના ચાર આતંકવાદીઓની ધરપકડ બાદ કરવામાં આવી છે. ગુજરાત એ.ટી.એસ. આ મામલે વધુ તપાસ કરી રહી છે.
*રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પૂરની સ્થિતિ, ૧૮ જિલ્લાઓમાં શાળાઓ બંધ: અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ*
જયપુર: રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અઢાર જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં એક પુલિયા ધોવાઈ ગઈ છે અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બંને રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
*ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે હિમાચલ પ્રદેશમાં ૩૫૭ માર્ગો બંધ*
શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૫૭ જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા બંધ માર્ગોને વહેલી તકે ખોલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
*સુશાંતસિંહ રાજપૂત કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટની નોટિસ, ૧૨ ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા આદેશ*
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સંબંધિત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટે નોટિસ ફટકારી છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (સી.બી.આઈ.) ના રિપોર્ટના સંદર્ભમાં રિયાને આગામી ૧૨ ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ સુશાંતની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.
*અમદાવાદમાં સૌ પ્રથમવાર એ.એમ.સી. દ્વારા નવરાત્રિ મહોત્સવ "રંગતાલી રિવરફ્રન્ટ" ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે*
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એ.એમ.સી.) દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. "રંગતાલી રિવરફ્રન્ટ" નામનો આ કાર્યક્રમ ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. આ મહોત્સવમાં પ્રવેશ માટેની ટિકિટો માત્ર ઓનલાઇન જ ઉપલબ્ધ રહેશે. આયોજકો દ્વારા નવરાત્રિના આ પાવન પર્વને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ ઉપર પ્રથમ વખત જ આવો ભવ્ય નવરાત્રી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM