હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એફએમસીજી કંપનીઓ વન માર્કેટ,વન કન્ઝયુમર, વન રેટની પોલિસી અપનાવે
૭૫ ટકા જનરલ ટ્રેડ, ૧૭ ટકા મોર્ડન અને ૮ ટકા ઇ અને ક્વિક કોમર્સનો હિસ્સો : ઇન્ડસ્ટ્રીઝનો વૃદ્ધિ દર ૧૧ ટકા, ૫.૧ ટકા વેપાર વૃદ્ધિ અને ૫.૬ ટકા ભાવ વધારોઃ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન રહે તો નાની દુકાનો ઝડપથી બંધ થતાં બેરોજગારી વધશે

મુંબઇ તા.૩૦: ફાસ્ટ મુવિગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) માટે ગુજરાત મહત્વનું રાજ્ય છે.એફએમસીજી ઇન્ડસ્ટ્રીઝ ૧૧ ટકાના દરે વૃધ્ધિ કરી રહી છે. જેમાં ૫૮૧ ટકા વેપાર વધારો અને ૫.૬ ટકા ભાવ વધારો સામેલ છે. ગુજરાતમાં પરંપરાગત રિટેઇલ દુકાનો ધરાવતા વેપાર એટલેકે જનરલ ટ્રેડનો હિસ્સો ૭૫ ટકા છે. જેની સામે મોડર્ન ટ્રેડ એટલે કે મોલનો હિસ્સો ૧૭ટકા અને ૮ ટકા હિસ્સો ઈ કોમર્સ અને વિક કોમર્સનો છે. છેલ્લા કેટલાક સમયથી એફએમસીજી વેપારમાં જે ફેરફાર જોવા મળી રહ્યા છે તેના પગલે જનરલ ટ્રેડ એટવોકે પરંપરાગત વેપાર કરનારાઓની સમસ્યા વધી છે. આથી હવે એફએમસીજીમાં કંપનીઓ વન માર્કેટ, વન કન્ઝ્યુમર, વન રેટની પોલિસી અપનાવે તેવી માગણી ઉઠી છે.
તાજેતરમાં જ ફેડરેશન ઓફ ગુજરાત એકએમસીજી ડિસ્ટ્રિબ્યુશન એસો. ચેરિટેબલ ટ્રસ્ટની રાજકોટમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં રાજ્યભરના એફએમસીજી ડિલરોએ હાજરી આપી હતી. ફેડરેશનના સૂત્રધારો દિપક પટેલ,જિગ્નેશશાહ, જયેશ તરાએ રાજ્યની પરિસ્થિતિનો ચીતાર આપીને નવી કે જૂની કંપનીઓની નોંધણી એસો.માં કરાવવામાં આવે ત્યાર બાદ જ ડિસ્ટ્રિબ્યુશન ગુજરાતમાં થાય તેવી રજૂઆત કરી હતી.
ટ્રસ્ટનાચેરમેન અરૂણ પરીખે જણાવ્યું છેકે, ડિબરોની માંગણી છેકે, એક રાષ્ટ્ર, એક બજાર એક ભાવની નીતિ જરૂરી છે. જનરલ ટ્રેડ એટલેકે નાના વેપારીઓ અને હોલસેલરો કરતા ઈ કોમર્સ, ક્વિક કોમર્સ અને મોટા મોલ વગેરેને કંપનીઓ દ્વારા વધુ ડિસ્કાઉન્ટ અને માર્જિન આપવામાં આવે છે. જેના કારણે નાના વેપારીઓને ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ અને મોલની સામે ઊંચા ભાવે માલ વેચવાની ફરજ પડે છે.જેના કારણે ગ્રાહકને નાની દુકાનમાંથી માલ ખરીદતા છેતરામણીનો અનુભવ થાય છે, પરંતુ હકિકત કાંઈ બીજી જ હોય છે. આ કારવો ખૂબ જ મોટા પાયે નાની દુકાનો બંધ થઈ રહી છે અને બેરોજગારીનું સર્જન થાય છે.
કંપનીઓ દ્વારા વધુ સ્ટોકનું દબાણ ન રાખવું
આજે ટ્રાન્સપોર્ટેશન સરળ બન્યું છેકે, અને ૨-૩ દિવસમાં રાજ્યના ખૂણે ખુણે માલ પહોંચી જાય છે ત્યારે ડિસ્ટ્રિબ્યુટરોને ૭થી ૧૦ દિવસનો સ્ટોક પર રાખવા, ઘણી કંપનીઓ જરૂરીયાત કરતાં વધુ સ્ટોક રાખવા દબાણ કરે છે.જેના કારણે ડિસ્ટ્રિબ્યુટરનું ઇન્વેસ્ટમેન્ટ વધે છે અને માર્જિન ઉપર અસર પડે છે
ડિસ્ટ્રિબ્યૂટરને એજન્સી જવાનો ડર
ઘણી કંપનીઓ એકાએક ડિસ્ટ્રિબ્યુટરોને બદલી નાખે છે. જેના કારણે ડિસ્ટ્રિબ્યુટર દ્વારા રોકાયેલા નાણા, રોકાયેલા માણસો વગેરેને અસર પડે છે. બજારમાં નાણા ફસાઇ જાય છે. ડિસ્ટ્રિબ્યુટરને ટર્મિનેટ કર્યા પછી છ- છ મહિના સુધી એમના કુલ એન્ડ ફાઈનલના રૂપિયા પણ અપાતા નથી. કોઇ પણ ડિસ્ટ્રિબ્યુટરને બદલતા પહેલાં જે તે ડિસ્ટ્રિબ્યુટરનું એનઓસી લેવું
નફાનું ધોરણ યોગ્ય જાળવવું
ડિસ્ટ્રિબ્યુટર્સને પહેલા ૨૦ ટકા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બતાવવામાં આવતું હતું હવે ૧૬ ટકાથી ૧૮ ટકા બતાવીને કામ કરાવવામાં આવે છે.જેમાં ડિસ્ટ્રિબ્યુટરનો પગાર, રોકાણ પર વ્યાજ ગોડાઉનનું ભાડું વગેરે ધ્યાનમાં લેવામાં આવતું નથી. જ્યારે કંપની ડિસ્ટ્રિબ્યુટરને પોતાના ચેનલ પાર્ટનર તરીકે ઓળખાવતી હોય તેવા સજોગોમાં કંપનીઓએ ડિસ્ટ્રિબ્યુટરોના માર્જિન અને નફાના ધોરણ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. દરેક ડિસ્ટ્રિબ્યુટરના વિસ્તાર નક્કી કરાયા હોય છે. એક બીજાના વિસ્તારમાં ઓછા ભાવથી માલ નાખવાનો બંધ કરાવે. જે નીતિનો ભંગ કરે તેની સામે પગલાં લે સેલ્સ ટાર્ગેટ પુરો કરવા વધુ ખોટા કામ નુકશાનકર્તા છે.(૩૮.૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
