<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પૂંછ સેક્‍ટરમાં એન્‍કાઉન્‍ટરઃ બે આતંકવાદીઓ ઠાર

‘ઓપરેશન મહાદેવ' બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં સેનાનું સર્ચ ઓપરેશન

પૂંછ તા.૩૦:  જમ્‍મુ-કાશ્‍મીરથી એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં અહીં પૂંછ સેક્‍ટરમાં સુરક્ષા દળોએ એન્‍કાઉન્‍ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.

આ મામલે સેનાએ જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં શંકાસ્‍પદ આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી હતી ત્‍યારબાદ ભારતીય સેના અને જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું.

જમ્‍મુ કાશ્‍મીર પોલીસ અને ભારતીય સેનાનાં સંયુક્‍ત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં કાર્યવાહી કરતા સુરક્ષા દળની ટીમે એન્‍કાઉન્‍ટરમાં બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ મામલે સુરક્ષા દળોએ જણાવ્‍યું હતું કે, દેગવાર સેક્‍ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્‍પદ ગતિવિધિઓ અંગે માહિતી મળી હતી. તેના આધારે સેનાએ તાત્‍કાલિક વિસ્‍તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્‍તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એન્‍કાઉન્‍ટર પછી વિસ્‍તારમાં અન્‍ય કોઈ આતંકવાદી છુપાયેલા ન હોય તેની ખાતરી કરવા માટે વિસ્‍તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્‍યું છે

(11:50 AM IST)