હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ જ કર્યો હતો હુમલો
UNSCના અહેવાલમાં મોટો ખુલાસો : પાકિસ્તાનની પોલ ખુલી : આતંકી સંગઠને લશ્કરી તૈયબાના સમર્થન વગર પહેલગામ હુમલો અશકય હતો

નવી દિલ્હી, તા.૩૦: ભારતની સંસદમાં હાલ પહલગામ હુમલો અને તેની બાદના ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જેમાં વિપક્ષના આક્ષેપોનો સત્તાધારી પક્ષ ભાજપ જવાબ આપી રહ્યો છે. તેવા સમયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનીટરીંગ ટીમે મહત્વપૂર્ણ દાવો કર્યો છે. જેના લીધે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલો આતંકી સંગઠન લશ્કરે તૈયબાના સમર્થન વિના શકય ન હતો. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનીટરીંગ ટીમ આઈએસઆઈએલે અલ-કાયદાના તેના સહયોગી સાથે જોડાયેલા અહેવાલમાં પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક પર્યટન સ્થળ પર પાંચ આતંકીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે. તેમજ આ હુમલાના સ્થળ પર તેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટીઆરએફએ આ હુમલાની જવાબદારી બે વાર લીધી હતી. જયારે ૨૬ એપ્રિલે આતંકવાદી સંગઠને પોતાનો દાવો પરત લીધો હતો. જેની બાદ ટીઆરએફ તરફથી હુમલાને લઈને કોઈ માહિતી શેર કરવામાં નથી આવી. તેમજ ના કોઈ સમુહે તેની જવાબદારી લીધી છે.
આ અહેવાલની મહત્વની બાબત એ છે કે એક સભ્ય દેશે કહ્યું છે કે લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશકય હતો. તેમજ લશ્કરે તૈયબા અને ટીઆરએફ વચ્ચે કનેક્શન છે. તેમજ એક અન્ય સભ્ય દેશે કહ્યું કે હુમલો ટીઆરએફે કર્યો છે જે લશ્કરે તૈયબાનું જ એક નામ છે. જયારે અન્ય એક સભ્ય દેશે આ દાવાને નકાર્યો હતો અને કહ્યું કે લશ્કરે તૈયબા સમાપ્ત થઈ ગયું છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
