<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

રાજા રઘુવંશી હત્‍યા કેસ ઉપર બનશે ફિલ્‍મ : રાજાના ભાઇની જાહેરાત

હનીમુન ઇન શિલોંગને એસપી નિમ્‍બાવત ડિરેકટ કરશે : કલાઇમેકસ બદલાશે

મુંબઇ, તા.૩૦: રાજા રઘુવંશી મર્ડર કેસ એક બહુચર્ચિત કેસ રહ્યો છે. અને આ તાજેતરમાં બનેલી એવી ઘટના છે કે મોટા ભાગના લોકોને હજુ યાદ જ હશે. તેવામાં રાજાના ભાઈએ જણાવ્‍યું કે હવે આના પર ફિલ્‍મ બનવા જઈ રહી છે. જો કે ફિલ્‍મનો ક્‍લાઈમેક્‍સ બદલાવની હાલ વાત ચાલી રહી છે.

રાજાનું મર્ડર તેની જ પત્‍ની દ્વારા તેમના હનીમૂન દરમિયાન કરવામાં આવ્‍યું હતું. જો કે આ કેસમાં સંડોવાયેલા તમામ ગુનેગારો હાલ જેલના સળિયા પાછળ છે. તેમાંથી ઘણા જેલની બહાર આવી ગયા છે. પરંતુ રાજાના પરિવાર હજુ પણ ન્‍યાયની રાહ જોઈને બેઠા છે.

આ વચ્‍ચે રાજાના મોટા ભાઈ વિપીને જણાવ્‍યું છે કે રાજાની લાઈફ ઉપર ખાસ કરીને તેના હત્‍યાકાંડ ને ફોકસ કરીને તેના પર એક ફિલ્‍મ બનશે. આ ફિલ્‍મનું નામ ‘હનીમૂન ઇન શિલોંગ' હશે અને આ ફિલ્‍મને SP નિમ્‍બાવત ડિરેક્‍ટ કરશે. ફિલ્‍મની આખી સ્‍ક્રિપ્‍ટ લખાઈને તૈયાર છે માત્ર ક્‍લાઇમેક્‍સમાં થોડો ફેરફાર કરવામાં આવ્‍યો છે.

ફિલ્‍મ ડિરેક્‍ટર નિમ્‍બાવત અને વિપિન વચ્‍ચે થયેલ બેઠક પછી સ્‍ટોરી પણ ફાઇનલ થઈ ગઈ છે. રાજાની હત્‍યા શિલોંગમાં ૨૩મે ના રોજ થઈ હતી. જેને રાજાની પત્‍ની સોનમ અને તેના બોયફ્રેન્‍ડ અને અન્‍ય સાથીઓએ મળીને અંજામ આપ્‍યો હતો. સોનમ અને તેનો બોયફ્રેન્‍ડ રાજ હાલ જેલમાં બંધ છે. અને કેસની તપાસ પણ ચલઉ છે. પોલીસ હજુ સુધી સોનમ રઘુવંશીએ તેના પતિ રાજાની હત્‍યા આકરી તેના સાચા કારણ કે મોટિવ સુધી પહોંચી શકી નથી.

રાજા રઘુવંશી કેસમાં હજુ ચુકાદો આવ્‍યો નથી. કેસની સુનાવણી હજુ કોર્ટમાં ચાલી રહી છે. તે વચ્‍ચે જ આ ફિલ્‍મની જાહેરાતથી ગહન પ્રશ્‍નો ઉભા થઈ શકે છે. ‘હનીમૂન ઇન શિલોંગ' ફિલ્‍મના ડિરેક્‍ટર નિમ્‍બાવતે જણાવ્‍યું કે અમે આ ફિલ્‍મના ક્‍લાઈમેક્‍સને અલગ રીતે રજૂ કરવા વિચારી રહ્યા છીએ. રાજાને માર્યા પછી તેના આરોપીઓને મળેલી પોલીસ રિમાન્‍ડ પણ આ ફિલ્‍મમાં બતાવવામાં આવશે.

(2:18 PM IST)