<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પત્‍નીના નામે પ્રોપર્ટી ખરીદીને રુપિયા બચાવનારા થઇ જાવ એલર્ટ!

હાઈકોર્ટનો સનસનાટીભર્યો ચુકાદો...ચૂકયા તો હાથ ઘસતા રહી જશો : કોર્ટે સ્‍પષ્ટ કર્યુ છે કે જો પત્‍નીના નામે સંપત્તિ તેની પોતાની કમાણીથી નથી ખરીદવામાં આવતી, તો તે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવશે

લખનૌ, તા.૩૦: જો મહિલાઓના નામે મિલકત ખરીદવામાં આવે તો સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ઓછી લાગે છે. કેટલાક રાજ્‍યોમાં આમાં ૧-૨ ટકાનું ડિસ્‍કાઉન્‍ટ પણ છે. એટલા માટે ઘણા લોકો ટેક્‍સ બચાવવા માટે તેમની પત્‍નીના નામે મિલકત ખરીદે છે, એવું વિચારીને કે સરકાર તરફથી અન્‍ય નાણાકીય ખર્ચ ઓછો થશે. જોકે હવે હાઈકોર્ટનો આ ચુકાદો તમને મુશ્‍કેલીમાં નાખી શકે છે. ઘણા લોકો ટેક્‍સ બચાવવા માટે પોતાની પત્‍નીના નામે સંપત્તિ રજીસ્‍ટર કરાવડાવે છે . તેઓ વિચારે છે કે આવું કરવાથી સરકારના અન્‍ય ફાઇનાન્‍શિયલ ખર્ચ ઘટી જશે. તે ઘર હોઈ શકે છે, જમીન કે સોનુ પણ હોઈ શકે છે. કેટલાક લોકો આવું એટલા માટે કરે છે કે જેથી પત્‍નીના નામે રોકાણ કરવાથી તેમને આર્થિક સુરક્ષા મળે. અંતે જો કેટલાક લોકો કોઈ કાર ખરીદે છે, તો તેને પોતાની પત્‍નીના નામે રજીસ્‍ટર કરાવે છે. જો સંપત્તિ મહિલાના નામે ખરીદવામાં આવે છે, તો સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ઘટી જાય છે. કેટલાક રાજ્‍યોમાં તેમાં ૧-૨ ટકાની છૂટ પણ મળે છે. જો પત્‍ની પોતાના  ખરીદતી, તો શું તેને તેની પર્સનલ સંપત્તિ માની શકાય? ઈલાહાબાદ હાઇકોર્ટે આ મુદ્દે એક મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો છે.

કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે જો પત્‍નીના નામે સંપત્તિ તેની પોતાની કમાણીથી નથી ખરીદવામાં આવતી, તો તે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવશે. ભારતીય સામાજિક સંરચના અનુસાર, ઘણી મહિલાઓ પાસે પોતાની આવકનો કોઈસ્ત્રોત નથી હોતો, તેઓ પોતાના પતિ પર નિર્ભર હોય છે. હાઇકોર્ટે કહ્યું કે પતિ પોતાની આવકથી પત્‍નીના નામે સંપત્તિ ખરીદે છે.  કલમ ૧૧૪ અનુસાર, જો પત્‍ની એ સાબિત ન કરી શકે કે તેની પોતાની આવકથી ઘર ખરીદવામાં આવ્‍યું છે, તો તેના નામે રહેલી સંપત્તિ પતિની આવકથી અર્જિત માનવામાં આવશે. પત્‍નીના નામ પરની સંપત્તિ પર પરિવારના અન્‍ય સદસ્‍યોનો અધિકાર થઇ જાય છે. ત્‍યારે પત્‍ની પાસે પતિ દ્વારા અર્જિત સંપત્તિ વેચવાનો, હરાજી કરવાનો કે દાન કરવાનો અધિકાર રહેતો નથી. પતિના મળત્‍યુ બાદ પણ પત્‍ની તેમાંથી કંઈ નથી કરી શકતી. સૌરભ ગુપ્તાએ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે તેમના દિવંગત પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિ તેની માતાના નામ પર હતી, પરંતુ તેની માતા તે સંપત્તિને કોઈ ત્રીજા પક્ષને હસ્‍તાંતરિત કરી રહી હતી. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે જો માતા પાસે આવકનો કોઈસ્ત્રોત નથી, તો પિતા દ્વારા તેણીના નામ પર સંપત્તિ ખરીદવા પર તેની તેમાં સહમાલિક બની શકે છે.  ભારતીય કાયદા અનુસાર, પતિ જીવિત હોય ત્‍યાં સુધી પત્‍નીનો તેની સંપત્તિ પર કોઈ સીધો માલિકીનો હક્ક નથી હોતો. હિંદૂ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ અનુસાર, પતિના મળત્‍યુ બાદ પત્‍નીને સંપત્તિ પર બાળકોના સમાન અધિકાર મળે છે. જો પતિ વસિયત નથી કરતો, તો પત્‍નીને પોતાની સંપત્તિમાં કેટલોક ભાગ મળી શકે છે. જેથી આવી સ્‍થિતિમાં તેણી તે સંપત્તિને કોઈ ત્રીજા વ્‍યક્‍તિને હસ્‍તાંતરિત નથી કરી શકતી.

 જો તમે પણ તમારી પત્‍નીના નામે કેટલીક સંપત્તિ ખરીદી રહ્યા છો અને તેણીની કોઈ કમાણી નથી, તો ભવિષ્‍યમાં તમારા પુત્ર અને અન્‍ય ઉત્તરાધિકારી પણ તે સંપત્તિનો દાવો કરી શકે છે. ખરીદતી વખતે યોગ્‍ય ડોકયુમેન્‍ટ્‍સ અને માલિકીના હક્ક સાથે સંબંધિત ડોકયુમેન્‍ટ્‍સ હોવા જરૂરી છે. પત્‍નીના નામે સંપત્તિ ખરીદવા પર સિટેમો ડ્‍યુટીમાં છૂટ મળશે, પરંતુ તે ગેરંટી નથી કે તે પત્‍નીના નામે જ થશે. ખાસ કરીને જો તેણીએ પોતે કમાણી નથી કરી તેવા કિસ્‍સામાં, પરિણામે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે.

(3:14 PM IST)