<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

૮.૮ ની તીવ્રતાનો ભૂકંપનો અર્થ હિરોશીમા જેવા ૧૪,૩૦૦ અણુ બોમ્‍બનું એક સાથે ફાટવું

 

નવી દિલ્‍હી, તા.૩૦: ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ હિરોશિમાની જેમ એકસાથે ફૂટતા ૧૪,૩૦૦ અણુ બોમ્‍બની ઉર્જા જેટલો છે. પણ શું આ સરખામણી સાચી છે? અને આ ભૂકંપને આટલો ખતરનાક કેમ માનવામાં આવે છે? ચાલો વૈજ્ઞાનિક તથ્‍યો અને સંશોધનના આધારે તેની કેટલી અસર પડશે તે સમજીએ. આપણે એ પણ જોઈશું કે રશિયા અને જાપાન જેવા દેશો આ ભૂકંપથી કેમ ડરે છે? ભારત જેવા મેદાની વિસ્‍તારો સાથે તેનો શું સંબંધ છે?

ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ અથવા મોમેન્‍ટ મેગ્નિટયુડ સ્‍કેલ પર માપવામાં આવે છે. આ એક લોગરીધમિક સ્‍કેલ છે, જેનો અર્થ એ થાય કે દરેક એક-અંકના વધારા માટે, ઊર્જા ૩૧.૬ ગણી વધે છે. ઉદાહરણ તરીકે, ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ ૭.૮ ની તીવ્રતાવાળા ભૂકંપ કરતા ૩૧.૬ ગણો વધુ શક્‍તિશાળી હોય છે અને ૬.૮ ની તીવ્રતાવાળા ભૂકંપ કરતા લગભગ ૧૦૦૦ ગણો વધુ શક્‍તિશાળી હોય છે.૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ મહાન ભૂકંપની શ્રેણીમાં આવે છે. તે એટલું શક્‍તિશાળી છે કે તે ઇમારતો, રસ્‍તાઓ અને આખા શહેરોનો નાશ કરી શકે છે. તેની ઊર્જા જુલ્‍સમાં માપવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે, ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ લગભગ 9 x 10 X17 જુલ ઉર્જા છોડે છે. આ એટલી મોટી છે કે તેને સમજવા માટે આપણે તેની તુલના અણુ બોમ્‍બની ઉર્જા સાથે કરીએ છીએ.

(4:11 PM IST)