તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th July 2025
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત, રાજૌરી અને પૂંછમાં શાળા-કોલેજો બંધ
વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે લેવાયો નિર્ણય

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તી રહેલા ખરાબ હવામાનને કારણે પવિત્ર અમરનાથ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પરથી યાત્રા રોકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પણ ખરાબ હવામાનને કારણે આજે બુધવારે શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર સૂચના અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શ્રી અમરનાથજી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. શ્રી અમરનાથજી યાત્રામાં અત્યાર સુધીમાં ૩.૯૩ લાખથી વધુ તીર્થયાત્રીઓએ પવિત્ર ગુફામાં હિમલિંગના દર્શન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૭ જુલાઈએ પણ અમરનાથ યાત્રાને રોકવામાં આવી હતી. તે સમયે પણ કાશ્મીર ખીણમાં છેલ્લા ૩૬ કલાકથી થઈ રહેલા ભારે વરસાદને કારણે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આથી આવતીકાલે ૩૧ જુલાઈએ ભગવતી નગર કેમ્પ, જમ્મુથી કોઈ યાત્રા કાફલો આગળ વધશે નહીં. યાત્રા માર્ગો પર ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અત્યંત સાવચેતીના ભાગરૂપે, શ્રી અમરનાથ જી યાત્રાનો કાફલો ૩૧ જુલાઈના રોજ ભગવતી નગર, જમ્મુથી આગળ વધશે નહીં.
આ દરમિયાન, ખરાબ હવામાનને કારણે બુધવારે અધિકારીઓએ પૂંછ અને રાજૌરી જિલ્લાઓની તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. (સુરેશ ડુગ્ગર)
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
