<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

NSDLના આઇપીઓને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો : જાહેર ભરણુ ખુલતાની સાથે સંપૂર્ણ છલકાઈ ગયું

બપોર સુધીમાં 3,51,27,002 શેર સામે 3,52,69,902 શેર માટે બિડ થઈ: ગ્રે માર્કેટમાં કંપનીના શરોનું પ્રીમિયમ રૂપિયા 130 છે.

મુંબઈ : નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આજે ખુલી ગયું છે. આ ભરણુ કૂલ 3 દિવસ માટે ખુલ્લુ રહેશે. પ્રથમ દિવસે આ ભરણુ ખુલતાની સાથે જ સંપૂર્ણપણે છલકાઈ ગયું હતું.

30મી જુલાઈના રોજ બપોર સુધીમાં 3,51,27,002 શેર સામે 3,52,69,902 શેર માટે બિડ થઈ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શરોનું પ્રીમિયમ રૂપિયા 130 છે. કંપનીએ તેના પ્રારંભિક જાહેર ભરણા માટે શેરદીઠ રૂપિયા 760થી 800 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે અને આ માટે એક લોટમાં કૂલ 18 શેર રાખવામાં આવેલા છે, રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ માટે એટલે કે રૂપિયા 14,400નું રોકાણ કરવાનું રહેશે.

5,01,45,001 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરમાં IDBI બેંક લિમિટેડ દ્વારા 2,22,20,000 સુધીના ઇક્વિટી શેર્સ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા દ્વારા 1,80,00,001 સુધીના ઇક્વિટી શેર્સ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 40,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, HDFC બેંક લિમિટેડ દ્વારા 20,10,000 સુધીના ઇક્વિટી શેર્સ અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના એડિમિનિસ્ટ્રેટર ઓફ સ્પેસિફાઇડ અંડરટેકિંગ દ્વારા 34,15,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (BSE) પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત શેરબજાર રહેશે.

(6:50 PM IST)