હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 30th July 2025
અમારી સરકાર 30 વર્ષ સુધી કેન્દ્રમાં રહેશે : વિપક્ષની ટિપ્પણીનો ગૃહમંત્રી અમિતભાઇ શાહે આપ્યો જવાબ
"તમારી સરકાર કાયમ માટે નહીં રહે" અથવા "લાંબુ ટકશે નહીં". વિપક્ષની આ ટિપ્પણીઓનો ગૃહમંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હી :રાજ્યસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અને 'ઓપરેશન સિંદૂર' પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, વિપક્ષ સતત સરકારની ટીકા કરી રહ્યું હતું અને એવા નિવેદનો આપી રહ્યું હતું કે "તમારી સરકાર કાયમ માટે નહીં રહે" અથવા "લાંબુ ટકશે નહીં". વિપક્ષની આ ટિપ્પણીઓનો જડબાતોડ જવાબ આપતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું, "મને કાયમ વિશે ખબર નથી, પરંતુ અમારી સરકાર 30 વર્ષ સુધી કેન્દ્રમાં રહેશે." આ નિવેદન ભાજપના નેતૃત્વના આત્મવિશ્વાસ અને ભવિષ્યની રાજકીય રણનીતિઓનો સંકેત આપે છે
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
