તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
સાવધાનઃ ટ્રેનમાંથી બ્લેન્કેટ, તકિયો કે ચાદરની ચોરી માટે પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે
જો કોઈ મુસાફર આ દંડ ચૂકવવા માટે અસમર્થતા બતાવે તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. વારંવાર આવો ગુનો કરનારા મુસાફરોને પાંચ વર્ષની સજા અને દંડ બેઉની જોગવાઈ છે

નવી દિલ્હી,તા.૩૧: ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું નેટવર્ક છે અને એમાં કરોડો લોકો રોજ ટ્રાવેલ કરે છે. રેલવેની ટ્રેનોમાં એર-કન્ડિશન્ડ (એસી) ક્લાસમાં પ્રવાસ કરનારા મુસાફરોને બેડરોલ મળે છે જેમાં બ્લેન્કેટ, તકિયો, ચાદર અને ટુવાલ સામેલ હોય છે. ટ્રેન-પ્રવાસની ટિકિટ ખરીદવામાં આવે ત્યારે જ એનું બુકિગ થઈ જાય છે અને એના ચાર્જ ટિકિટમાં સામેલ છે. પ્રવાસ બાદ બેડરોલ પાછો આપી દેવાનો હોય છે, પણ ઘણા લોકો આ સામાનની ચોરી કરે છે. આ ચીજોને રેલવેની સંપત્તિ માનવામાં આવે છે. જો કોઈ મુસાફર આવી ચીજો ચોરતાં રંગે હાથ પકડાઈ જાય તો તેને હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જો કોઈ મુસાફર આ દંડ ચૂકવવા માટે અસમર્થતા બતાવે તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. વારંવાર આવો ગુનો કરનારા મુસાફરોને પાંચ વર્ષની સજા અને દંડ બેઉની જોગવાઈ છે.(૪૦.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
