હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મદુરાઈમાં સૌરાષ્ટ્રી ભાષાની વેબસાઈટ લોન્ચ,રાજ્ય સરકાર પણ સૌરાષ્ટ્રી લોકો સાથે આદાનપ્રદાન વધે તે માટે પ્રયાસ થશે
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોષી રહ્યા ઉપસ્થિતઃ સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કાર્યોને વિવિધ વિષયો અને સ્થળો સુધી વિસ્તારવાના પ્રયાસમાં યુનિવર્સિટી હંમેશ સક્રિય રીતે સહકાર આપશે

મદુરાઈ,તા.૩૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર સદસ, મદુરાઈના સહયોગથી ૧૨ જુલાઈના કે. એલ.એન. પોલીટેકનિક કોલેજ, મદુરાઈ ખાતે ‘સ્મરણાંજાલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાહિત્ય અકાદમી પુરસ્કૃત અને સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના મદુરાઈ ખાતેના લાંબા સમયથી કાર્યરત કોઓર્ડિનેટર ડો. ટી.આર. દામોદરનના નિધન બાદ તેમના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજાલિ આપવા માટે યોજાયો હતો.
તમિલનાડુમાં એક હજાર વર્ષ પૂર્વે સ્થળાંતરિત થયેલા સૌરાષ્ટ્રી લોકો સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધ વિષયો પર અભ્યાસ માટે ૨૦૦૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરની સ્થાપના કરવામાં આવી હતી. ડો. દામોદરને તમિલનાડુમાં સૌરાષ્ટ્રી લોકો અને તેમની પૂર્વભૂમિ વચ્ચે સેતુબંધ બાંધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
‘સ્મરણાંજાલિ' કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશીના પ્રમુખસ્થાને યોજાયો હતો. સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર પ્રો. આર. બી. ઝાલાએ પોતાના સ્વાગત પ્રવચનમાં ડો. ટી.આર. દામોદરનના અવસાનને શિક્ષણ જગત માટે ‘‘ન પૂરી શકાય તેવી ખોટ'' ગણાવી હતી.
મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત એમ.કે. જવાહર બાબુ (પ્રમુખ, સૌરાષ્ટ્ર વિદ્યાસંગમ, એન.એમ.આર. સુબ્બારામન મહિલા કોલેજ, મદુરાઈ)એ ડો. દામોદરનના સૌરાષ્ટ્રી લિપિના જ્ઞાન પ્રસાર માટેના વિશાળ પ્રયાસો તથા સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ લીધી હતી.
કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ ડો. ટી.આર. દામોદરનને શોકાંજાલિ અર્પણ કરતા તેમના ભાષા-સાહિત્ય અને સામાજિક રીતે સક્રિય યોગદાન તથા તેમના સંકલનથી છેલ્લા ૧૮ વર્ષથી સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર તરીકે સૌરાષ્ટ્રી લોકો વચ્ચે સેતુની ભૂમિકામાં અવિરત અનેકવિધ ગતિવિધિઓ, જેમ કે સેમિનાર્સ, કાર્યશાળાઓ, શબ્દભંડોળ અને ભાષા ઉપરના પ્રોજેક્ટ્સ અને પ્રકાશનો, પ્રવાસો, યુવા ભરતી અભ્યાસક્રમ, ભાષાંતર, પ્રદર્શનો અને છેલ્લે સોમનાથ ખાતે યોજાયેલ તમિલ-સૌરાષ્ટ્રી સંગમમાં આપેલ અનન્ય યોગદાનને યાદ કર્યું હતું.
શ્રદ્ધાંજાલિના ભાગરૂપે કુલપતિ તથા ઉપસ્થિત વિવિધ સૌરાષ્ટ્રી સંગઠનોના આગેવાનોએ ડો. દામોદરનની છબીને પુષ્પાંજાલિ અર્પણ કરી હતી. સત્રનો સમાપન ધન્યવાદ પ્રસ્તાવ સાથે થયો જે પ્રોફ઼ એમ.એન.એસ. જયંથીએ આપ્યો. ઇંજી. કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ઼ એલ.આર. ગોવર્ધનનએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
સત્ર બેમાં ઉપસ્થિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ શ્રી આર.આર. સત્યમૂર્તિ, ટી.એસ. કૃષ્ણારામ, એસ.પી. ગીતા ભારતીય, કે.કે. જ્ઞાનપ્રભાકરન, કે.કે. દિનેશ, એસ.કે.આર. રમેશ, શ્રી અર્જુન કૃષ્ણારામ અને શ્રી જય. આર. જવાહરલાલે પોતાના સંબોધનમાં ડો. દામોદરનના માતૃભાષા અને સાહિત્ય માટેના અવિરત સેવાકાર્યની પ્રશંસા કરી અને તેમના કાર્યને આગળ વધારવા આહવાન કર્યું હતું.
બપોરના સત્રમાં www.saurashtri.org બોલચાલની (સ્પોકન) સૌરાષ્ટ્રી માટેની નવી વેબસાઇટ નું ઉદ્ધાટન કુલપતિ પ્રોફ઼ ઉત્પલ એસ. જોશી દ્વારા થયું. પ્રોફ઼ એલ.આર. ગોવર્ધનન (પ્રમુખ, સાહિત્ય સત્સદ શૈક્ષણિક શાખા અને સચિવ, ગ્લોબલ સૌરાષ્ટ્રી એકેડેમી ટ્રસ્ટ)એ વેબસાઇટના વિષયવસ્તુનું વીડિયોમાં માર્ગદર્શન આપ્યું હતું.મુખ્ય મહેમાનો ડો. કે.કે. જ્ઞાનપ્રભાકરન (પ્રમુખ, શ્રીમન નાયકિ મંદિર) અને શ્રી કે.કે. દિનેશ (પ્રમુખ, સૌરાષ્ટ્રી ચેમ્બર્સ ઓફ કોમર્સ)એ ઓનલાઈન કોર્સની સફળતાને અભિનંદન પાઠવ્યા હતા.કુલપતિએ પોતાના સમાપન સંબોધનમાં સૌરાષ્ટ્રી સાહિત્ય સત્સદ દ્વારા સૌરાષ્ટ્રી શીખવાડવાની અને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી.
આ સાથે તેમણે મદુરાઈ ખાતે સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના કોઓર્ડિનેટર તરીકે કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ઼ એલ.આર. ગોવર્ધનનના નામોની જાહેરાત કરી હતી.(૪૦.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
