<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

૭૫ વર્ષના ડોસાએ પૌત્રીની ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન, બંને વચ્‍ચે ઉંમરમાં ૫૧ વર્ષનો તફાવત

ઘડપણમાં જવાની ચડી! પ્રેમમાં જાતિ-ધર્મ કે અમીરી-ગરીબી કશું હોતું નથી, અને હવે તો ઉંમર પણ નહીં!

 

સેન ડિએગો તા.૩૧: કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે, તે અમીર-ગરીબ, નાનો-મોટો, જાતિ-ધર્મનો ભેદ નથી કરતો. હવે તો પ્રેમ ઉંમર પણ નથી જોતો. ઓછી ઉંમરના લોકો તેમના કરતા મોટી ઉંમરના લોકોને દિલ દઈ બેઠે છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ એક કપલ વિશે જાણીને તમે ચોંકી જશો કારણ કે બંનેની ઉંમરમાં ૫૧ વર્ષનો તફાવત છે.

એ છોકરીને વૃદ્ધ સાથે પ્રેમ થઈ ગયો અને તેના આ સંબંધથી તેના માતા-પિતા ખુશ નથી. છતાં, તેણે ચોંકાવનારો નિર્ણય લીધો અને પોતાના પ્રેમી સાથે રહેવા લાગી અને રોમેન્‍ટિક સંબંધ કાયમ કર્યો. અમેરિકાના સેન ડિએગોમાં રહેતી ૨૫ વર્ષીય ડાયાના મોન્‍ટાનોને પ્રેમની શોધ નહોતી, પરંતુ જ્‍યારે તેની મુલાકાત ૭૬ વર્ષીય એડગર સાથે થઈ, તો તે પોતાને રોકી શકી નહીં.

બંનેની ઉંમરમાં ૫૧ વર્ષનો એજ ગેપ છે, પરંતુ ડાયાનાનું માનવું છે કે ઉંમર માત્ર એક સંખ્‍યા છે અને એડગર જ તેના સાચા જીવનસાથી છે. ડાયાનાની એડગર સાથે મુલાકાત એક અજીબ સંયોગથી થઈ, એડગરની એક્‍સ-ગર્લફ્રેન્‍ડે તેમનો પરિચય કરાવ્‍યો.

શરૂઆતમાં ડાયાનાને લાગ્‍યું નહોતું કે આ સંબંધમાં રોમાન્‍સ હશે, પરંતુ સમય સાથે વસ્‍તુઓ બદલાઈ ગઈ. જુલાઈ ૨૦૨૩માં જ્‍યારે ડાયાનાની ઉંમર ૨૩ વર્ષ હતી, ત્‍યારે એડગરે તેનો નંબર માંગ્‍યો. ડાયાનાને એડગર શિષ્ટ અને સન્‍માનજનક લાગ્‍યા, જોકે ઉંમરના તફાવતને કારણે તેને આશા નહોતી કે સંબંધ આગળ વધશે.

ડાયાનાએ જણાવ્‍યું, એ ખૂબ હેન્‍ડસમ હતા. થોડા મહિનામાં મારી લાગણીઓ બદલાઈ ગઈ. તેમણે જણાવ્‍યું કે તેઓ પ્રથમ મુલાકાતથી જ મને પસંદ કરતા હતા અને મને ફરીથી જોવા માંગતા હતા. એક વર્ષ સુધી વાતચીત કર્યા પછી બંને હવાઈ ફરવા ગયા, જ્‍યાં તેમનો સંબંધ વધુ ગાઢ થયો.

એડગરે ડાયાનાને કહ્યું, કાશ હું યુવાન હોત, તો તારી સાથે લગ્ન કરી લેત. ડાયાનાએ જવાબ આપ્‍યો, હું તારી સાથે હવે પણ લગ્ન કરી શકું છું. પછી ડાયાનાએ એડગરની ગર્લફ્રેન્‍ડ બનવા માટે હા પાડી.જોકે, ડાયાનાને તેના પરિવાર તરફથી આ સંબંધને લઈને ટેકો મળ્‍યો નથી. ᅠડાયના વ્‍યવસાયે એક વોકેશનલ નર્સ છે. (૩૮.૧૩)

(10:23 AM IST)