News of Thursday, 31st July 2025
ટ્રમ્પનું ચસ્કી ગયું કે શું? ભારતીય અર્થવ્યવસ્થાને મૃત ગણાવી દીધી
ભારત વિરૂધ્ધ બોલવાનું શરૂ કર્યુ : ભારત-રૂસ પોતાની ઈકોનોમીને લઈને ડુબી જાય તો મને કોઈ પરવા નથી

વોશીંગ્ટન, તા.૩૧: ૨૫ ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કર્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાના મૌખિક હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. ભારત અને રશિયા પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું છે કે તેમને મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોની કોઈ પરવા નથી અને જો બંને ઇચ્છે તો પોતાની મળત અર્થવ્યવસ્થાઓને એકસાથે નીચે ઉતારી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક નવી પોસ્ટ કરી અને લખ્યું, મને કોઈ વાંધો નથી કે ભારત રશિયા સાથે શું કરે છે. તેઓ એકસાથે તેમની મળત અર્થવ્યવસ્થાઓને તોડી શકે છે, મને કોઈ વાંધો નથી. ભારત સાથે અમારો વેપાર ખૂબ જ ઓછો છે, તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેવી જ રીતે, રશિયા અને અમેરિકા લગભગ કોઈ વેપાર સાથે કરતા નથી. ચાલો તેને આ રીતે જ રાખીએ, અને રશિયાના નિષ્ફળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવને કહીએ, જે પોતાને હજુ પણ રાષ્ટ્રપતિ માને છે, તેમના શબ્દો પર નજર રાખે. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં -વેશ કરી રહ્યો છે!
હકીકતમાં, ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે સોમવારે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમૅ રમી રહ્યા છે, અને આવા અભિગમથી યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા સાથે યુદ્ધ તરફ દોરી શકે છે. મેદવેદેવે લખ્યું: દરેક નવું અલ્ટીમેટમ એક ધમકી અને યુદ્ધ તરફનું એક પગલું છે. રશિયા અને યુક્રેન વચ્ચે નહીં, પરંતુ (ટ્રમ્પના) પોતાના દેશ સાથે.
ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવામાં નિષ્ફળતાથી નિરાશ થયા છે અને તેઓ યુક્રેન સાથે શાંતિ કરાર પર સંમત થવાની સમયમર્યાદા ૫૦ દિવસથી ઘટાડીને ૧૦ કે ૧૨ દિવસ કરી રહ્યા છે.
ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યા બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને પણ ધમકી આપી રહ્યા છે. ગુરુવારે, તેમણે બંને દેશોની અર્થવ્યવસ્થાને સમાપ્ત ગણાવી. તેમણે એ પણ સંકેત આપ્યો કે અમેરિકા હવે રશિયા અને ભારત સાથે વધુ વેપાર કરવા માંગતું નથી. ખાસ વાત એ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર દંડ પણ લગાવ્યો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી. તેઓ તેમની પહેલાથી જ ડગમગતી અર્થવ્યવસ્થાને વધુ પતન કરી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, હકીકતમાં તે વિશ્વમાં સૌથી વધુ પૈકી એક છે. તેવી જ રીતે, રશિયા અને અમેરિકા લગભગ કોઈ વેપાર કરતા નથી. ચાલો તેને એમ જ છોડી દઈએ.
તેમણે કહ્યું, અને જાઓ અને નિષ્ફળ રશિયન રાષ્ટ્રપતિ મેદવેદેવને કહો કે તેઓ સાવધાનીથી બોલે. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. હકીકતમાં, તાજેતરમાં જ ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન ડીસીનો રશિયા સાથેનો ખેલ યુદ્ધ તરફ દોરી શકે છે.
ટ્રમ્પે અગાઉ વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, અમે હાલમાં વાતચીત કરી રહ્યા છીએ અને તેમાં બ્રિક્સનો મુદ્દો પણ સામેલ છે.ઁ તમે જાણો છો, BRICS મૂળભૂત રીતે અમેરિકા વિરોધી દેશોનો સમૂહ છે અને ભારત તેનો સભ્ય છે. આ અમેરિકન ચલણ પર હુમલો છે અને અમે કોઈને પણ આવું કરવા દઈશું નહીં. ટ્રમ્પે બુધવારે ૧ ઓગસ્ટથી ભારતથી આવતા તમામ માલ પર ૨૫ ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિએ રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી પર અનિヘતિ દંડની પણ જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું, આ નિર્ણય અંશતઃ બ્રિક્સના કારણે લેવામાં આવ્યો છે અને તેમાં નુકસાનની ભૂમિકા છે. અમને ખૂબ મોટું નુકસાન થયું છે. જેમ તમે જાણો છો, વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી મારા મિત્ર છે પણ તેઓ વેપારના સંદર્ભમાં અમારી સાથે બહુ સંકળાયેલા નથી. (રર.૧૧)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
