<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ભારતે ભાવ ન આપતા ઢીલા પડયા ટ્રમ્‍પ

ટ્રમ્‍પનો વધુ એકવાર યુ-ટર્ન : ભારત સાથે વ્‍યાપાર સમજુતી હજુ ફાઇનલ નથી થઇ તેમ જણાવ્‍યું: બંને દેશો વચ્‍ચે વાટાઘાટો ચાલુ છે

વોશિંગ્‍ટન, તા.૩૧: ભારત પર ૨૫ ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરનારા અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વલણ થોડા કલાકોમાં જ નરમ પડી ગયું. હવે તેમણે ભારત સાથે વાતચીત ચાલુ રાખવાની વાત કરી છે. બુધવારે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે વોશિંગ્‍ટનની વેપાર ખાધ અને નવી દિલ્‍હીની રશિયા પાસેથી ઊર્જા ખરીદીનો ઉલ્લેખ કર્યો. જોકે, ભારતે યુએસ ટેરિફ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેના બદલે, નવી દિલ્‍હીએ કહ્યું કે સરકાર રાષ્‍ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.

ભારત દ્વારા કોઈપણ મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી, રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પનું વલણ નરમ પડતું દેખાય છે. એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં, ટ્રમ્‍પે ૨૫ ટકા ટેરિફ લાદવા પાછળનું કારણ બ્રિક્‍સ જૂથ અને નવી દિલ્‍હી સાથેના મોટા વેપાર ખાધનો ઉલ્લેખ કર્યો અને એમ પણ કહ્યું કે ભારત સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્‍પે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીને પોતાના મિત્ર કહ્યા પણ કહ્યું કે ભારત અમેરિકા સાથે વેપારના સંદર્ભમાં બહુ કંઈ કરતું નથી. તેમણે કહ્યું કે ‘ભારત બ્રિક્‍સનો સભ્‍ય છે, જે અમેરિકન વિરોધી દેશોનો સમૂહ' છે.

ભારત સાથે ટેરિફ અંગે વાતચીતના પ્રશ્‍ન પર ટ્રમ્‍પે કહ્યું, ‘અમે હમણાં તેમની સાથે વાત કરી રહ્યા છીએ.' ચાલો જોઈએ શું થાય છે. તેમણે આગળ કહ્યું, તેઓ (ભારત) અમને ઘણી બધી વસ્‍તુઓ વેચે છે, પણ અમને કંઈ મળતું નથી. કારણ કે ટેરિફ ખૂબ ઊંચો છે. તેમનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. ટ્રમ્‍પે દાવો કર્યો હતો કે ભારત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા તૈયાર છે.

અમેરિકી રાષ્‍ટ્રપતિએ કહ્યું, ‘અમે અત્‍યારે ભારત સાથે વાત કરી રહ્યા છીએ.' ચાલો જોઈએ શું થાય છે. આપણે સોદો કરીએ કે ખાસ ટેરિફ વસૂલીએ તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ આ અઠવાડિયાના અંત સુધીમાં તમને ખબર પડી જશે. ટ્રમ્‍પે આ સમયગાળા દરમિયાન બ્રિક્‍સનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારત પરના ટેરિફને જૂથ વિરુદ્ધ કાર્યવાહી તરીકે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, અમે હાલમાં વાતચીત કરી રહ્યા છીએ અને આ પણ બ્રિક્‍સ છે. તમે જાણો છો, ગ્‍ય્‍ત્‍ઘ્‍લ્‍ એ અમેરિકા વિરોધી દેશોનો સમૂહ છે અને ભારત તેનો સભ્‍ય છે. આ ડોલર પર હુમલો છે અને અમે કોઈને પણ ડોલર પર હુમલો કરવાની મંજૂરી આપીશું નહીં.

(12:53 PM IST)