તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 31st July 2025
ભારતમાં મોબાઈલ ફોનનો આજે જન્મદિવસ
૩૧મી જુલાઈ ૧૯૯૫થી શરૂ થઇ ઐતિહાસિક ડિજિટલ યાત્રા : પહેલો મોબાઈલ ફોન કલકત્તાથી દિલ્હી થયો હતો : કેન્દ્રીય દુરસંચાર મંત્રી સુખરામ જી અને જ્યોતિ બાસુ વચ્ચે થઇ હતી પ્રથમ વાતચીત : સાદા ફીચર્સ થી લઇ એ.આઈ સક્ષમ સુધીના સ્માર્ટફોન આજે વપરાશમાં : ૨જીથી લઇ ૫જી સુધીની અનેરી સફર : નોકિયા,મોટોરોલા અને બ્લેકબેરીની હતી બોલબાલા : કર લો દુનિયા મુઠ્ઠી મેંના નારા સાથે ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી ધીરૂભાઈ અંબાણીએ : ગરીબ અને મધ્યમવર્ગ માટે નજીવા દરે લાવ્યા હતા મોબાઈલ હેન્ડસેટ : દેશના ઘરે ઘરે મોબાઈલ ફોન પહોંચાડયો રિલાયન્સે અને હવે દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ ની સુવિધા પુરી પડે છે જીઓ : એક સમયનો સ્ટેટસ સિમ્બોલ ‘મોબાઈલ' હવે બન્યો છે ભારતીયોની લાઈફલાઈન : ૩ દાયકાની સફરમાં છેલ્લા ૧૧ વર્ષમાં થયેલ પ્રગતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સિંહફાળો : આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ બજાર બન્યું છે : વિશ્વના મોબાઈલ માર્કેટમાં મેક ઈન ઇન્ડિયા હેઠળ બનેલા મોબાઈલનો અનેરો દબદબો

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : આજે મોબાઈલ ફોન નો જન્મદિવસ છે.. ભારતમાં આજ થી ૩૦ વર્ષ પેહલા ૩૧મી જુલાઈ ૧૯૯૫ ના રોજ સૌ પ્રથમ વખત મોબાઈલ ફોનમાં વાત થઇ હતી એ વાત ને આજે ૩૧મી જુલાઈ ૨૦૨૫ ના રોજ ૩૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એટલે એક રીતે આજે ભારતમાં મોબાઈલ નો જન્મદિવસ છે અને આ મોબાઈલ હવે ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
સાદા ફીચર્સ થી શરુ થયેલ મોબાઈલ ફોન હવે એ.આઈ સક્ષમ સ્માર્ટફોન સુધી પોહોંચ્યો છે. ૨જી થી લઇ ૫જી સુધી ની અનેરી સફર જોવા મળી છે .
એક જમાના નો સ્ટેટસ સિમ્બોલ સમો ગણાતો મોબાઈલ ફોન આજે કરોડો ભારતીયો ની લાઈફલાઈન બની ચુકી છે માત્ર એકબીજા સાથે વાતચિત જ નહિ વ્યાપાર, રોજગાર તેમજ બેન્ક વ્યવયાર સહીત અનેક પ્રકારે મોબાઈલ અનિવાર્ય થઇ પડ્યો છે.
આજના દિવસે મોબાઈલ ફોન ના ઇતિહાસમાં એક ડોકિયું કરીયે તો એમાં પણ જો આપણે ભારત પેહલા વિશ્વ ની વાત કરીયે તો કહેવાય છે કે મોબાઇલ ફોનનો આરંભ ૧૯૭૩માં મોટોરોલાના માર્ટિન કૂપર દ્વારા થયો હતો. આ પહેલો ફોન લગભગ ૨.૫ કિલોનો હતો અને ૧૦ કલાક ચાર્જ કર્યા પછી ૩૦ મિનિટ ચાલતો. ૧૯૮૦ના દાયકામાં DynaTAC જેવી મોટો અને ભારે ફોન આવ્યા, જેને માત્ર શ્રીમંત લોકો જ ખરીદી શકતા. ૧૯૯૦ના દાયકામાં ડિજિટલ ટેકનોલોજી (2G) આવી અને કોલ્સ તેમજ એસએમએસ શક્ય બન્યા.
હવે જો આપણે ભારતની વાત કરીયે તો સૌપ્રથમ તો બીએસએનએલ ના વાયર વાળા ફોન જ હતા ત્યાર બાદ થોડા સમય માટે આવ્યા પેજર પરંતુ જેમાં માત્ર મેસેજ મોકલી શકતા હતા અને વાંચી શકતા હતા પરંતુ આ સર્વિસ હજુ માર્કિટમાં પોતાની જગ્યા બનાવે એ પેહલા જ ભારતમાં મોબાઈલ ફોનનું થયું આગમન અનેક પ્રયત્નો પછી ૩૧મી જુલાઈ ૧૯૯૫ ના રોજ મોબાઈલ ફોન પર પેહલી વાતચિત કલકત્તા થી દિલ્હી થઇ હતી જેમાં તે સમય ના કેન્દ્રીય દુરસંચાર મંત્રી સુખરામ જી અને પヘમિ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જ્યોતિ બસુ ની વચ્ચે મોદી ટેલેસ્ટ્રા નેટવર્ક ( ભારતનું મોદી ગ્રુપ અને ઑસ્ટ્રેલિયાનું ટેલેસ્ટ્રા ગ્રુપનું સંયુક્ત વેન્ચર હેઠળ ) ૨જી જીએસએમ પ્રણાલી અને નોકિયા ના હેન્ડસેટ મારફતે થઇ હતી આ ક્ષણ ભારતમાં મોબાઈલ યુગ ની શરૂઆતનું પ્રતીક બન્યું.
કેહવાય છે કે એ વેળાએ મોબાઈલ ફોનમાં ઇનકમિગ ફોન ના રૂ.૧૬ પ્રતિ મિનિટ અને આઉટગોઈંગ ફોન ના રૂ ૩૨ નો ચાર્જ લેવાતો હતો જેને પગલે મોબાઈલ ફોનમાં આવેલ નંબર જોઈ ને ફોન કટ કરી સાદા ફોનમાંથી ફોન કરતા જેથી ખર્ચ ઓછો લાગે એટલુંજ નહિ તમો બીજા રાજ્યમાં હો તો ત્યાં પણ ઇનકમિગ અને આઉટગોઈંગનો ચાર્જ અલગ રહેતો.. આ સફર આગળ ધપતી રહી ટેક્રોલોજી આગળ વધતી ગઈ મોબાઈલ ફોનમાં કંપનીઓ નવા નવા ફીચર્સ લાવતી ગઈ મોબાઈલ ફોન નો વજન અને સાઈઝ ઘટતી ગઈ વધુ ને વધુ કોમપેક્ટ બનાવવા કંપનીઓમાં હોડ લાગી સામે નેટવર્ક પૂરું પાડનાર કામનીઓમાં પણ સમયાંતરે સ્પર્ધા થતા ભાવો ઘટવા લાગ્યા એમાં પણ વર્ષ ૨૦૦૩માં રિલાયન્સ એટલે કે ધીરુભાઈ અંબાણી લઇ આવ્યા કર લો દુનિયા મુઠ્ઠી મેં ખુબ જ નજીવા દરે મોબાઈલ હેન્ડસેટ એક ઉપર એક ફરી જેવી સ્કીમો તથા ઇનકમિગ અને આઉટગોઈંગનો ખુબ જ વ્યાજબી ભાવ રાખતા સામાન્ય વર્ગ થી લઇ શ્રીમંત વર્ગ સુધી પોહોંચ્યો મોબાઈલ એક રીતે કહીયે તો રિલાયન્સે પોહોચાડયો ઘરે ઘરે મોબાઈલ છેલ્લે તો ટચૂડકી નાની રકમમાં ઇનકમિગ અને આઉટગોઈંગ જાણે મફત થઇ ગયા એમાં પણ પ્રીપેડ અને પોસ્ટપેડ જેવી સુવિધાઓ આવી.
પરંતુ અહીં હવે મોબાઈલ માત્ર વાતચીતનું માધ્યમ નહોતું રહ્યું મનોરંજન,વ્યાપાર,રોજગાર ,બેન્કવ્યવ્હારો સહિતની જરૂરિયાતોનું માધ્યમ બની ચૂક્યું હતું એટલે વાતચીત ના વપરાશ નો દર નહિ પરંતુ ઇન્ટરનેટ નો વપરાશ વધતા મોબાઈલ બિલ પણ વધવા લાગ્યું એમાં પણ સ્પર્ધા વધતા આગળ જતા ભાવો ઘટ્યા ફરી એક વાર રિલાયેન્સ જીઓ લઈને આવ્યું તા. ૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ રિલાયેન્સે જીઓ દ્વારા દેશમાં ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જી પ્રતિસ્પર્ધી કંપનીઓ ને જબરી ટક્કર આપી ફરજિયાતપણે બીજી કંપનીઓ એ પણ ઇન્ટરનેટ ના દર ઘટાડવા પડ્યા ખુબ જ ટૂંકા સમયમાં દેશ ના ખૂણે ખૂણે પોહોંચ્યું જીઓનું ઇન્ટરનેટ અને ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જી. ૨જી,૩જી,૪જી તો ભૂતકાળ બન્યું અને ૫જી તો હવે જાણે જૂનું લાગવા લાગ્યું ઈન્ટરનેટ ની ઓછી સ્પીડ તો હવે કોઈને ચાલતી નથી આ બદલાવ આવ્યો ૩૦ વર્ષમાં પરંતુ જોઈએ તો છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારમાં આ ક્ષેત્રે અદભુત પ્રગતિ જોવા મળી અને તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને એમની કાર્યશૈલી નો સિહફાળો રહ્યો.
એક સમયે આપણે મોબાઈલ હેન્ડસેટ વિદેશ થી આયાત કરવા પડતા હતા અને હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના મેક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ના અભિગમ ને પગલે આજે આપણે મોબાઈલ હેન્ડસેટ આયાત નહિ પરંતુ નિકાસ કરી રહ્યા છીએ. આજે વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ બન્યું છે ભારતમાં બનતા મોબાઈલ હેન્ડસેટ આજે વિશ્વ ના અનેક દેશોમાં વપરાય છે એપલ જેવી કંપની પણ વિશ્વ ના અગ્રીમ નેતાઓ ની વાત ને અવગણી ભારતમાંઉત્પાદન કરી રહી છે આ છે નરેન્દ્રભાઈ મોદી ની કમાલ
વિરોધીઓ કે વિપક્ષો નરેન્દ્રભાઈ વિષે ગમે તે કહે પરંતુ જે બદલાવ આવ્યો છે કે મેક ઈન ઇન્ડિયા ની જે અસર જોવા મળી રહી છે કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ની અસર કહો તે તો કોઈએ પણ સ્વીકારવું જ પડે. છેલ્લા કેટલાય વર્ષો થી મોબાઈલ પાર્ટ્સ અને મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદનમાં ચીનનું જ વર્ચસ્વ જોવા મળી રહ્યું હતું એ વર્ચસ્વ નરેન્દ્રભાઈ એ ખતમ કરી નાખ્યું અને ભારત ને આ ક્ષેત્રે સક્ષમ બનાવી વિશ્વ સમક્ષ મૂક્યું.
આજે ભારતમાં વિવિધ કંપનીઓ ના અલગ અલગ મોડલોના મોબાઈલ સરળતા થી વેચાય છે ભારતમાં બાયિગ પાવર ખુબ જ મોટો છે અહીં મધ્યમવર્ગને પોસાઈ તેવા હેન્ડસેટ પણ એટલાજ વેચાય છે તો એપલ,સેમસંગ ,વિવો અને ઓપ્પો જેવી કંપની ના અદ્યતન ફીચર્સ ધરાવતા રૂ ૫૦૦૦૦ થી રૂ દોઢ લાખ સુધી ના મોંઘા ફોનો પણ એટલીજ ડિમાન્ડમાં રહેતા હોય છે. આજે ભારતમાં એપલ, સેમસંગ, ઝિયોમી, ઓપ્પો, વિવો, ઓનપ્લસ, મોટોરોલા, રિયલમી, નોકિયા અને ગુગલ પિક્સલ સહીતની કંપનીઓના હેન્ડસેટ ભારતમાં વેચાય છે આ કંપનીઓ વિષે જોઈએ તો
એપલ - એપલ એક અમેરિકન ટેક કંપની છે જેનું મુખ્ય મથક કેલિફોર્નિયા ખાતે સ્થિત છે. ૨૦૦૭માં સ્ટીવ જોબ્સ દ્વારા લોન્ચ કરાયેલ પહેલો iPhone એ મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી. એપલ ફોનના ડિઝાઇન, સુરક્ષા, ઓપરેટિગ સિસ્ટમ (iOS), અને એકોસિસ્ટમ માટે ખાસ ઓળખ છે.
દર વર્ષે નવા મોડલ્સ રજૂ કરે છે જેમ કે iPhone 16 Pro Max જે નવા કેમેરા, પાવરફુલ ચિપ અને AI ફીચર્સ સાથે આવે છે.એપલની ખાસિયતોમાં Face ID, MagSafe, ecosystem માટે seamless ઇન્ટિગ્રેશન અને અપડેટ્સનું લાંબો સપોર્ટ છે. એપલ ફોન પ્રીમિયમ કેટેગરીમાં ગણાય તે છતાં તેનો માર્કેટ શેર અને બ્રાન્ડ લોયલ્ટી ખૂબ જ મજબૂત છે.એપલનો ફોકસ હંમેશા પ્રાઈવસી, યુઝર સેટિસફેક્શન અને એન્ક્રિપ્શન પર રહ્યો છે. ભવિષ્યમાં એપલ foldable iPhone, AR-based features અને વધુ હેલ્થકેર સંબંધિત ફીચર્સ લાવવાની તૈયારીમાં છે.
સેમસંગ-સેમસંગ દક્ષિણ કોરિયામાં સ્થાપિત થયેલી કંપની છે જે વર્ષો સુધી વિશ્વની નંબર ૧ મોબાઇલ ઉત્પાદક રહી છે. Galaxy સીરીઝ એ Android ફોન માર્કેટમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. Galaxy Note, Galaxy S અને હવે Galaxy Z Fold Éõäí foldable સીરીઝથી સેમસંગ સતત મોબાઈલ માર્કેટમાં નવીનતા લાવી રહ્યો છે.સેમસંગની AMOLED ડિસ્પ્લે, S-Pen ટેક્રોલોજી, DeX મોડ અને Knox સુરક્ષા તેને અલગ બનાવે છે. તે લગભગ દરેક બજેટ માટે ફોન બનાવે છે મિડ રેન્જ M અને A સીરીઝથી લઈને ફલેગશિપ S અને Z સીરીઝ સુધી એના મોડલ્સ ઉપલબ્ધ હોઈ છે.
ઝિયોમી -ઝિયોમી ચીન આધારિત ટેક્રોલોજી કંપની છે જે ૨૦૧૦માં સ્થાપના પામી હતી અને થોડા જ સમયમાં સ્માર્ટફોન માર્કેટમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું. ઝિયોમીના ફોન value-for-money માટે જાણીતા છે. તેનો MIUI ઓપરેટિગ સિસ્ટમ Android પર આધારિત છે.ઝિયોમી હાઈ રિઝોલ્યુશન કેમેરા, ઝડપી ચાર્જિગ અને મોટી બેટરી માટે પ્રસિદ્ધ છે. ભારત જેવા બજારમાં ઝિયોમી બહુ જ લોકપ્રિય બન્યું છે. તેમાં ખાસ કરીને ખુબજ સ્પર્ધપૂર્ણ ભાવ ફિચરથી ભરપુર ડિવાઇસ અને સ્માર્ટ માર્કેટિગનો મોટો ફાળો છે.
ઓપ્પો-ઓપ્પો પણ ચીની બ્રાન્ડ છે જે તેની સેલ્ફી કેમેરા ટેક્રોલોજી માટે પ્રખ્યાત છે. આ બ્રાન્ડને પ્રારંભ ૨૦૦૪માં થયો હતો. બ્ષ્ટષ્ટં Reno, Find X અને A સીરીઝ દ્વારા ઓપ્પોએ બજારમાં મજબૂત પાયો બાંધ્યો છે.ઓપ્પો સ્માર્ટ ડિઝાઇન, ઝડપી VOOC ચાર્જિગ અને કેમેરાની નવીનતા માટે ઓળખાય છે.
વિવો- વીવો ૨૦૦૯માં સ્થપાયેલ ચીની સ્માર્ટફોન બ્રાન્ડ છે. તેનો મુખ્ય ફોકસ સેલ્ફી, ઓડિઓ અને સ્ટાઇલિશ ડિઝાઇન પર છે. Vivo V, X અને Y સીરીઝ તેને વિવિધ બજેટ શ્રેણીઓમાં રજૂ કરે છે.વિવો ના ફોન યુવાનોમાં લોકપ્રિય છે. તેમાં કેમેરાની નવીનતા, AI આધારિત ફોટોગ્રાફી અને in-display ફિગરપ્રિન્ટ સ્કેનર જેવી ટેકનોલોજી જોવા મળે છે.
વનપ્લસ -આ કંપની ની સ્થાપના ૨૦૧૩ ના વર્ષમાં થઇ. આ કંપની Qualcomm Snapdragon ચિપસેટ, OxygenOS અને સુંદર ડિઝાઇન માટે પ્રખ્યાત છે..હાલમાં આ કંપની ફોલ્ડેબલ સ્માર્ટ ફોન,સ્માર્ટ ટીવી જેવી વસ્તુઓ તરફ પણ વળી રહ્યું છે.
મોટોરોલા-મોટોરોલા વિશ્વની પ્રથમ મોબાઇલ ફોન બનાવનારી કંપની છે. ૧૯૭૩માં શરૂ થયેલી આ કંપનીએ ઘણાં વર્ષ સુધી મર્કટમાં રાજ કર્યું Motorola Razr અને Moto G સીરીઝ તેના સૌથી વધુ લોકપ્રિય મોડલ છે.હાલમાં મોટોરોલા કંપની લેપટોપ માર્કેટમાં સ્થાપિત બ્રાન્ડ લીનોવા ની માલિકી હેઠળ છે .
રિયલમી -રિયલમી એ ઓપ્પો ની સાથે શરુ થયેલી કંપની છે જે value-for-money ડિવાઇસ માટે ઓળખાય છે. Realme C, Narzo,સીરીઝ બજેટ માર્કેટ માટે છે.
નોકિયા-નોકિયા ફીનલેન્ડ સ્થિત વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ છે. એક સમયનો સૌથી વધુ વેચાતો મોબાઇલ બ્રાન્ડ, આજે તે HMD Global દ્વારા સંચાલિત છે. એક સમયે વિશ્વભરમાં દબદબો ધરાવતી બ્રાન્ડ આજે ફરીથી પોતાનું સ્થાન બનાવના પ્રયત્નો કરી રહ્યું છે . આજે પણ લોકોએ નોકિયા ના ફોન યાદગીરી રૂપે સાચવી રાખ્યા છે.
ગુગલ પિક્સલ -ગૂગલ કંપની દ્વારા સંચાલિત આ ફોન પાસે પોતાનો એક આગવો વર્ગ ના ગ્રાહકો છે જેને આના ઓપરેટિગ સિસ્ટમ ખુબજ પસંદ છે . પિક્સલ ફોનમાં ગુગલ દ્વારા ડિઝાઇન કરેલી Tensor ચિપ્સ, stock Android અને લાંબા અપડેટ્સનો સમાવેશ થાય છે. Google Assistant અને AI ફીચર્સ Pixelને અનન્ય બનાવે છે.ગૂગલ ભવિષ્યમાં AR, real-time translation, AI Photography અને AI-based UI પર ફોકસ કરીને પોતાનું માર્કેટ શેર વધારવાનું લક્ષ્ય ધરાવે છે. આ છે આપણા ટચુકડા મોબાઈલ ની વિરાટ દુનિયા
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
