હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧ ઓગસ્ટે નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ
ઈનકમ ટેક્સની ભાષા બનશે સરળઃટેક્સ સિસ્ટમને વધુ સરળ, ટેકનોલોજી-ફ્રેન્ડલી અને પારદર્શક બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી, તા.૩૧
ઈનકમ ટેક્સ સિસ્ટમને લઈ દેશમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચોમાસુ સત્રમાં નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે. તેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧૧ ઓગસ્ટે સંસદમાં આ બિલ રજૂ કરવાના છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકાર આ બિલ દ્વારા હાલના ઈનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧માં સંપૂર્ણપણે બદલાવ કરવા જઈ રહી છે અને તેના જગ્યાએ એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ટેક્સ સિસ્ટમને વધુ સરળ, ટેકનોલોજી-ફ્રેન્ડલી અને પારદર્શક બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સરકારનો ઉદ્દેશ્ય એવો ઈનકમ ટેક્સ કાયદો લાવવાનો છે જે વર્તમાન સમયની જરૃરિયાતોને ધ્યાનમાં રાખે.
૧૯૬૧માં બનેલો કાયદો હજુ પણ દેશમાં લાગુ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ઈકોનોમી, ગ્લોબલ ઈનવેસ્ટમેન્ટ અને કરદાતાઓની પ્રોફાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને હવે એક નવો કાયદો જરૃરી બની ગયો છે.
હાલના કાયદામાં ઘણી એવી કલમો છે, જે કાં તો હવે સંબંધિત નથી અથવા એટલી જટિલ છે કે સામાન્ય કરદાતાઓ માટે તે સમજવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે ટેક્સ ફાઇલિંગમાં વારંવાર ભૂલો થાય છે અને કરદાતાઓને નોટિસ અથવા દંડનો સામનો કરવો પડે છે. સરકારનું કહેવું છે કે, નવો કાયદો આ બધી સમસ્યાઓ દૂર કરશે અને કરદાતાઓને એક સરળ, સ્પષ્ટ અને ડિજિટલ-ફ્રેન્ડલી ફ્રેમવર્ક આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
