તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 2nd August 2025
બનાસકાંઠાના ડીસાની પેઢીમાંથી 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
ડીસાના મેસર્સ તાસવી માર્કેટીંગ એન્ડ ડેરીમાં સર્ચ દરમિયાન ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 1,67,400ની કિંમતનું 270 કિલો ગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો

બનાસકાંઠાના ડીસાની પેઢીમાંથી 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસાના મેસર્સ તાસવી માર્કેટીંગ એન્ડ ડેરીમાં સર્ચ દરમિયાન ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 1,67,400ની કિંમતનું 270 કિલો ગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાના મેસર્સ તાસવી માર્કેટીંગ એન્ડ ડેરીમાં તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી. પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતાં તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો.
આ સાથે જ પેઢીમાંથી 270 કિલો ગ્રામ શંકાસ્પદ ઘી અંદાજિત કિંમત રૂ.1,67,400નો જથ્થો જપ્ત કરવામાં આવ્યું હતું. આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ એડજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે. હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2026 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
